ફોનમાં 2 સિમ કાર્ડ હશે તો તમારે ચૂકવવો પડશે વધારાનો ચાર્જ! TRAI કરી શકે છે નિયમમાં મોટો ફેરફાર
- TRAI ટૂંક સમયમાં સિમ કાર્ડના નિયમોમાં કરી શકે છે મોટા ફેરફાર
- બે સિમ કાર્ડ રાખ્યા બાદ માત્ર એક જ સિમનો ઉપયોગ કરનારને બીજા સિમ માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે
HD ન્યૂઝ ડેસ્ક, 13 જૂન: જો તમે તમારા મોબાઇલ ફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. મોબાઈલ ફોનમાં બે સિમ કાર્ડ રાખવા માટે તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે TRAI સિમ કાર્ડના નિયમોમાં કેટલાક ફેરફાર કરી શકે છે. તેથી, જો તમે ફોનમાં બે સિમનો ઉપયોગ કરો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ.
વાસ્તવમાં, કેટલાક એવા અહેવાલો પ્રકાશમાં આવ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે TRAI ટૂંક સમયમાં સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર કરી શકે છે. જો કોઈ વ્યક્તિ ફોનમાં બે સિમ કાર્ડનો બિનજરૂરી ઉપયોગ કરે છે, તો તેની પાસેથી વધારાનો ચાર્જ લેવામાં આવી શકે છે. મતલબ કે, જો તમે માત્ર એક જ સિમનો ઉપયોગ કરો છો પરંતુ ફોનમાં બે સિમ લગાવેલા છે, તો તમારે વધારાના પૈસા ચૂકવવા પડી શકે છે. ગ્રાહકો પાસેથી આ ચાર્જ માસિક અથવા વાર્ષિક હોઈ શકે છે.
TRAI નવી યોજના બનાવવાના મૂડમાં
એવું કહેવામાં આવી રહ્યું છે કે TRAI દ્વારા મોબાઈલ ઓપરેટર્સ પાસેથી મોબાઈલ ફોન અને લેન્ડલાઈન માટે વધારાના ચાર્જ વસૂલવાની યોજના બનાવવાના મૂડમાં છે. જો આવું થશે તો મોબાઈલ ઓપરેટરો ગ્રાહકો પાસેથી તેની ભરપાઈ કરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારું એક સિમ નિષ્ક્રિય રાખો છો, તો તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે.
મોબાઈલ ઓપરેટરો વધારાના સિમ બંધ નથી કરાવી રહ્યા: TRAI
TRAI અનુસાર, મોબાઈલ ઓપરેટર્સ એવા યુઝર્સના નંબર બ્લોક નથી કરી રહ્યા જેમણે લાંબા સમયથી તેમના સિમ કાર્ડ ચાલુ જ નથી કર્યા. મોબાઈલ ઓપરેટરોએ મોબાઈલ નંબર બંધ કરીને તેમનો યુઝર બેઝને ઘટાડવા નથી માંગતા. જ્યારે નિયમ એવો છે કે જો લાંબા સમયથી સિમ કાર્ડનો ઉપયોગ ન થયો હોય તો તેને બ્લેકલિસ્ટ કરીને બંધ કરી દેવો જોઈએ. આવી સ્થિતિમાં TRAI દ્વારા મોબાઈલ ઓપરેટરો પર દંડ લાદવામાં આવી શકે છે.
રિપોર્ટ અનુસાર આ સમયે મોબાઈલ નંબરને લઈને ઘણી સમસ્યા છે. એવું માનવામાં આવે છે કે મોટાભાગના વપરાશકર્તાઓ તેમના ફોનમાં બે સિમનો ઉપયોગ કરે છે અને તેમાં મોટાભાગના લોકો ફક્ત એક જ સિમ સક્રિય રાખે છે. જ્યારે બીજા સિમનો ઉપયોગ પ્રસંગોપાત થાય છે. આવી સ્થિતિમાં મોબાઈલ નંબર પર વધારાનો ચાર્જ લેવાનો પ્લાન TRAI બનાવવાના મૂડમાં છે.
219 મિલિયનથી વધુ સિમ કાર્ડ નિષ્ક્રિય
TRAIના ડેટા અનુસાર, હાલમાં 219 મિલિયનથી વધુ મોબાઈલ નંબર લાંબા સમયથી એક્ટિવ નથી. આ તમામ મોબાઈલ નંબરોને બ્લેકલિસ્ટ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ કુલ મોબાઈલ નંબરના 19 ટકા છે જે એક ગંભીર સમસ્યા છે. સરકાર દ્વારા મોબાઈલ ઓપરેટરોને મોબાઈલ નંબરોની શ્રેણી જારી કરવામાં આવે છે. TRAI અનુસાર, મોબાઇલ નંબર મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે અને આવી સ્થિતિમાં યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે.
આ પણ વાંચો: iPhone યુઝર્સ માટે ખરાબ સમાચાર, Appleએ વોરંટી પોલિસીમાં કર્યો મોટો ફેરફાર