ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વારંવાર વધી જતા હોય ચશ્માના નંબર, તો દેશી ઘીના આ નુસખા અપનાવો

Text To Speech
  • આજની લાઈફસ્ટાઈલના કારણે નાની ઉંમરમાં જ આંખો પર ચશ્મા આવી જાય છે. જો તમારા ચશ્માના નંબર વારંવાર વધતા હોય તો તમે પણ કેટલાક દેશી નુસખા અપનાવી તેને અટકાવી શકો છો

HD ન્યુઝ ડેસ્કઃ આંખોને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી છે. દુનિયાના તમામ કલર્સ આપણે આંખોને કારણે જ જોઈ શકીએ છીએ. આજની જીવનશૈલીના કારણે નાની ઉંમરમાં જ આંખો પર ચશ્મા આવી જતા હોય છે. આ સાથે આંખોના નંબર પણ વારંવાર વધવા લાગે છે. આંખોને સ્વસ્થ રાખવા માટે કેટલીક કસરતો સાથે યોગ્ય ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. દેશી ઘીનો ઉપયોગ કરીને કેટલાક ઘરગથ્થુ નુસખા આંખોની રોશની વધારવામાં કારગર સાબિત થઈ શકે છે. આયુર્વેદમાં દેશી ઘી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે આંખના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ચાલો જાણીએ આંખોની રોશની સુધારવા માટે અને ચશ્માના નંબર વધતા અટકાવવા માટે દેશી ઘીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

દેશી ઘીના ઘરગથ્થુ ઉપચાર

વારંવાર વધી જતા હોય ચશ્માના નંબર, તો દેશી ઘીના આ નુસખા અપનાવો hum dekhenge news

ઘી અને મધનું મિશ્રણ

રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી અને એક ચમચી મધ ભેળવીને તેનું સેવન કરો. મધમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે, જે આંખોને નુકશાન પહોંચાડતા ફ્રી રેડિકલ સામે લડે છે ઘીમાં વિટામિન એ હોય છે જે આંખો માટે જરૂરી છે. દેશી ઘી અને મધનો ઘરેલુ ઉપાય આંખોની રોશની સુધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. મધમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. દેશી ઘી અને મધ સમાન માત્રામાં ભેળવીને ખાવાથી આંખોની રોશની સારી થાય છે.

ઘી અને હળદર

એક ચમચી દેશી ઘીમાં થોડી હળદર મિક્સ કરીને આંખો પર લગાવો. હળદરમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટીઈન્ફ્લેમેટ્રી ગુણધર્મો હોય છે, જે આંખનો સોજો અને લાલાશ ઘટાડે છે.

ઘી અને ગરમ દૂધ

એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી દેશી ઘી ભેળવીને રાત્રે સૂતા પહેલા પીવો. તેનાથી આંખોને આરામ મળે છે અને સારી ઊંઘ આવે છે. તે આંખના ટિશ્યુને રિબિલ્ટ કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ ડિટૉક્સ વૉટર સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક? એક્સપર્ટ પાસેથી જાણો

Back to top button