ચંદ્ર નબળો હોય તો થઈ શકે છે આ બિમારીઓઃ કરો આ ઉપાય
- તમારી ગ્રહદશા પણ તમને રોગનો શિકાર બનાવી શકે છે.
- ચંદ્ર નબળી સ્થિતિમાં હોય તો માનસિક તકલીફો થાય છે.
- ચંદ્રને મજબૂત કરવા માટે શિવલિંગ પર જળાભિષેક કરો.
આજકાલ મોટાભાગની બિમારીઓનું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ માનવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક બિમારીઓ ઇમ્યુન સિસ્ટમ ખરાબ હોવાના લીધે, ફેમિલી હિસ્ટ્રી કે પછી અન્ય કારણોસર થઇ શકે છે. શું તમે જાણો છો કે આ કારણો ઉપરાંત તમારી ગ્રહદશા પણ તમને રોગના શિકાર બનાવી શકે છે. જ્યારે કોઇ ગ્રહ તમારી કુંડળીમાં નબળી સ્થિતિમાં હોય છે ત્યારે તેના અશુભ પ્રભાવ આપણા જીવન પર પડે છે. તમામ બિમારીઓ પણ આ ગ્રહોની ખરાબ સ્થિતિનું પરિણામ હોઇ શકે છે. અહીં જાણો ચંદ્ર નબળો હોય તો વ્યક્તિને કઇ પરેશાનીઓ થઇ શકે છે અને ચંદ્રને મજબૂત કરવા માટે શું કરવુ જોઇએ?
આ બિમારીઓ થાય છે
ચંદ્રને નવગ્રહોમાંથી એક માનવામાં આવ્યો છે. ચંદ્ર જ્યારે નબળી સ્થિતિમાં હોય છે ત્યારે માનસિક રીતે વધુ તકલીફ થાય છે. આવા સંજોગોમાં વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડે છે. તણાવ, ડિપ્રેશન, ઉંઘ ન આવવી જેવી સમસ્યાઓ તેને ઘેરી લે છે. ડાયાબિટીસ જેવી લાઇલાજ બિમારી માટે પણ ચંદ્રને જવાબદાર ગણાવાયો છે. આ ઉપરાંત શ્વાસ સાથે જોડાયેલા રોગો જેમ કે અસ્થમાં, આઇએલડી વગેરેનું જ્યોતિષીય કારણ પણ ચંદ્રની નબળી સ્થિતિને માનવામાં આવે છે.
ચંદ્રને મજબૂત કરવાના ઉપાય
- મહાદેવજીની પૂજા કરવાથી ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે. તેથી રોજ મંદિરમાં શિવલિંગ પર જળ ચઢાવો અને શિવ ચાલીસાનો પાઠ કરો.
- મહાદેવજીને સમર્પિત સોમવારનું વ્રત રાખવાથી પણ ચંદ્રને મજબૂતાઇ મળે છે. જો તમે વ્રત નથી કરી શકતા તો સોમવારના દિવસે દહીં, દુધ, ભાત, ખાંડ અને ઘીમાંથી બનેલા ખાદ્યપદાર્થ ખાવ, પરંતુ મીઠાનો ઉપયોગ ન કરો.
- ચંદ્રનો સંબંધ માતા સાથે પણ માનવામાં આવે છે, તેથી તમારી માતાને પ્રસન્ન રાખો અને તેમનો આદર કરો. તમે ઇચ્છો તો માંની કોઇ ચાંદીની વસ્તુ લઇન તમારા પર્સમાં રાખી શકો છો.
- સોમવાર અને પૂનમના દિવસે સફેદ વસ્તુઓ જેમકે દુધ, ભાત, દહીં, લોટ, ખાંડ વગેરેનું સામર્થ્ય અનુસાર દાન કરો, પરંતુ દાન હંમેશા જરૂરિયાતમંદ લોકોને જ કરો.
- ચંદ્ર મંત્ર श्रां श्रीं श्रौं स: चंद्राय नम: અને ॐ નમઃ શિવાય મંત્રનો વધુમાં વધુ જાપ કરો. આ મંત્રોના જાપથી ચંદ્રને મજબૂતાઇ મળશે અને તમારી તમામ સમસ્યાઓનો અંત થશે.
આ પણ વાંચોઃ Kajal Hindustani : ભડકાઉ ભાષણ મામલે કાજલ હિન્દુસ્તાનીને રાહત, કોર્ટે કર્યા જામીન મંજુર