ટ્રેન્ડિંગબિઝનેસ

જો ભુલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો આટલું કરો

Text To Speech
  • એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતી વખતે જો પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હોય તો તમે આટલું કરો.

એક બેંક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા એ ઘણા લોકો માટે રોજનું કામ હોય છે. ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે પૈસા ટ્રાન્સફર કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈને પૈસા મોકલતી વખતે, ખોટો બેંક એકાઉન્ટ નંબર અથવા અન્ય કોઈ ખોટી માહિતીને કારણે પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.

જો ભૂલથી પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હોય તો શું કરવું?

હોમ બ્રાન્ચ અન્ય બેંકનો સંપર્ક કરો

જો તમે ખોટા બેંક એકાઉન્ટમાં પૈસા મોકલ્યા છે તો તમારે શું પગલાં લેવાની જરૂર છે. આ સવાલના જવાબમાં બેંક કહે છે કે જો ખોટો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવામાં આવ્યો છે તો તમે હોમ બ્રાંચનો સંપર્ક કરો. ત્યા ફરીયાદ કર્યા પછી જેતે હોમ બ્રાન્ચ કોઈ પણ ફી અથવા ચાર્જ વિના અન્ય બેંક સાથે તેની બધી જ પ્રક્રિયા શરૂ કરશે.

જો ભુલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો આટલું કરો

બ્રાન્ચમાં કામ ન થતું હોય તો અહીં ફરિયાદ કરો

જો કે તે શાખામાંથી મામલો ઉકેલાયો નથી, તો ગ્રાહક બેંકની ઓફિસિયલ લિંક પર જઈને ફરિયાદ કરી શકો છો. ફરીયાદની સાથે સાથે તેના કોમેન્ટ બોક્સમાં જઈને સમગ્ર મામલો તેમાં જણાવો. તમારા સમગ્ર મામલાને સમજ્યા બાદ ટીમ તે મામલાની તપાસ કરશે અને તમારા પૈસા ખોટા ખાતામાં ગયા હશે તો તમને એ પરત કરી આપશે.

પૈસા ટ્રાન્સફર કરતા પહેલા શું કરવું

જો તમે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવા જઈ રહ્યા છો તો તેની પહેલા એકાઉન્ટ વેરિફાઈ કરો. વેરિફિકેશન પછી જ પૈસા મોકલો. કોઈપણ ખોટા વ્યવહાર માટે બેંક જવાબદાર નથી રહેતી તેથી એકાઉન્ટ વેરિફાય કર્યા પછી જ વહેવાર કરવાની ટેવ પાડી દો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર, જો કોઈપણ પ્રકારની ખોટી માહિતી આપવામાં આવે છે અને પૈસા અન્ય કોઈ ખાતામાં જાય છે, તો તેની જવાબદારી ફક્ત ગ્રાહકની છે.

આ પણ વાંચો: રાજ્યભરમાં નવી 24 GIDC વસાહત ઉભી કરવા ટેન્ડર પ્રક્રિયા શરૂ

Back to top button