ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

મોબાઈલ રિચાર્જ ભુલથી 2 વાર થયું છે તો ચિંતા નહીં જાણી લો આ વિકલ્પ

  •  જો ફોનમાં બે વાર રિચાર્જ થઈ જાય તો કસ્ટમર કેરને કરો જાણ
  • ખોટા નંબર પર રિચાર્જ થાય તો સિમ કાર્ડની કંપનીમાં ફોન કોલ કે ઇ-મેઈલ થકી કરો જાણ
  • પૈસા પરત ન મળે તો ગ્રાહક સેવા પોર્ટલ પર કરો ફરીયાદ

HD ન્યુઝ ડેસ્ક, 11 મે: પહેલા એવું થતું હતું કે લોકોએ પોતાનો મોબાઈલ નંબર રિચાર્જ કરાવવા માટે દુકાનદાર પાસે જવું પડતું હતું, પરંતુ હવે લોકો  જાતે જ પોતાનો મોબાઈલ રિચાર્જ કરે છે. ઓનલાઈન પેયમેન્ટની સુવિધાથી કેટલાક લોકો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા રિચાર્જ કરે છે અને કેટલાક લોકો UPI થકી રિચાર્જ કરે છે. આ સિવાય અલગ અલગ એપનો પણ ઉપયોગ કરતા હોય છે. ત્યારે ઘણી વાર એવું બનતું હોય છે કે ભુલથી ઉતાવળમાં મોબાઈલ નંબર બે વખત રિચાર્જ થઈ જાય છે.  તો આવી સ્થિતિમાં શું કરી શકાય જાણો તેના વિશે.

જો નાનું રિચાર્જ હોય તો ઘણી વાર લોકો તેનેઅવગણતા હોય છે પણ જો રિચાર્જ મોટી રકમનું હોય તો તેને અવગણવું ન જોઈએ. આ સ્થિતિમાં કંપની ફોનમાં એક પછી બીજું રિચાર્જ પણ એક્ટિવ કરી દે છે. ધારો કે જો આપના ફોનમાં 28 દિવસ માટે રિચાર્જ થયું છે તો તેના  પુરા થયા પછી બીજું રિચાર્જ આપમેળે એક્ટિવ થઈ જશે. તેના માટે તમારે કસ્ટમર કેર સાથે વાત કરીને રિફંડ માંગવું પડશે.

ખોટા નંબર પર રિચાર્જ થઈ જાય તો કરો આ ઉપાય

ઘણીવાર એવું બને છે કે ઉતાવળમાં ક્યારેક સાચા નંબરની જગ્યાએ ખોટા નંબર પર રિચાર્જ થઈ જતું હોય છે. જો તમે ભૂલથી અથવા ઉતાવળમાં ખોટા નંબર પર રિચાર્જ કર્યું હોય, તો તરત જ તમે જે પણ ટેલિકોમ ઓપરેટરનું સિમ કાર્ડ વાપર તા હોવ તેના કસ્ટરમર કેર પર કોલ કરીને તેમની બધી વિગતની જાણ કરવી જોઈએ. જેમાં તમારે કેટલીક માહિતી આપવાની રહેશે જેમકે, તમારે કેટલી રકમનું રિચાર્જ કરાવ્યું છે, કઈ કંપનીના નંબર પર રિચાર્જ કરાવ્યું છે, કઈ એપ દ્વારા રિચાર્જ કરવામાં આવ્યું છે જેવી ઘણી વિગતો શેર કરવાની છે… આ સિવાય તમે ઈમેલ દ્વારા પણ કંપનીને સંપૂર્ણ વિગતો મોકલી શકો છો. જેથી તમારા પૈસા પરત મળી શકે.

પૈસા પરત ન મળે તો કરો ફરિયાદ

જ્યારે તમે જે તે સંબંધિત કંપનીને બધી માહિતી શેર કરો છો એ પછી, કંપની આ વિશે તપાસ કરશે અને જો તમારી સ્થિતિ સાચી હશે તો તમને પુરા પૈસા પાછા મળશે. બસ માત્ર એટલું ધ્યાન રાખવાનું કે, જ્યારે પણ આ પ્રકારની સ્થિતિ બને તો તરત જ કંપનીને જાણ કરી દેવી જોઈએ. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે તમારી ફરિયાદ કરવા છતાં કોઈ પણ એક્શન નથી લેવાતા. તો આ સ્થિતિમાં તમારે ગ્રાહક સેવા પોર્ટલ પર જઈને પોતાની ફરિયાદ દાખલ કરી શકો છો. આ સિવાય વોટ્સએપ દ્વારા પોતાની ફરિયાદ દાખલ કરી શકો છો અને ગ્રાહક સેવા પોર્ટલ એપ ડાઉનલોડ કરીને કમ્પેલઈન પણ  ફાઈલ કરી શકો છો.

આ પણ વાંચો:હવે નંબર સેવ નહીં હોય તો પણ દેખાશે કૉલ કરનારનું નામ, જાણો કેવી રીતે 

Back to top button