નેતા રાજનીતિ નહીં કરે તો શું પાણીપુરી વેચશે? કંગના રનૌતનો શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર પ્રહાર
- જે વિશ્વાસઘાત કરે છે તે હિન્દુ ન હોઈ શકે, પરંતુ જે વિશ્વાસઘાતને સહન કરે છે તે હિન્દુ છે. જેનું પરિણામ લોકસભાની ચૂંટણીમાં પણ આ જોવા મળ્યું: શંકરાચાર્ય
નવી દિલ્હી, 18 જુલાઇ: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તાજેતરમાં જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. હવે આ મુદ્દે બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતનું નિવેદન પણ બહાર આવ્યું છે. શંકરાચાર્ય પર કટાક્ષ કરતા કંગના રનૌતે કહ્યું છે કે, “સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એકનાથ શિંદેને દેશદ્રોહી અને વિશ્વાસઘાતી કહીને દરેકની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. રાજકારણમાં ગઠબંધન, સંધિ અને પાર્ટી વિભાજન ખૂબ જ સામાન્ય અને બંધારણીય બાબત છે. કોંગ્રેસ પાર્ટી 1907માં અને ફરીથી 1971માં વિભાજિત થઈ હતી. જો કોઈ રાજકારણી રાજકારણ નહીં કરે, તો શું તે પાણીપુરી વેચશે?”
राजनीति में गठबंधन , संधि और एक पार्टी का विभाजन होना बहुत सामान्य और संवैधानिक बात है, कांग्रेस पार्टी का विभाजन 1907 में और फिर 1971 में हुआ, अगर राजनीति में राजनीतज्ञ राजनीति नहीं करेगा तो क्या गोलगप्पे बेचेगा?
शंकराचार्य जी ने उनकी शब्दावली और अपने प्रभाव और धार्मिक शिक्षा… https://t.co/UV2KuLwVUz— Kangana Ranaut (@KanganaTeam) July 17, 2024
અવિમુક્તેશ્વરાનંદે ઉદ્ધવ ઠાકરે વિશે ત્યાં સુધી કહ્યું હતું કે, “તેમની સાથે ફ્રોડ થયો છે.” આ નિવેદન બાદ અવિમુક્તેશ્વરાનંદને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તેણે કહ્યું હતું કે “જે વિશ્વાસઘાત કરે છે તે હિન્દુ ન હોઈ શકે, પરંતુ જે વિશ્વાસઘાતને સહન કરે છે તે હિન્દુ છે. મહારાષ્ટ્રના સમગ્ર લોકો વિશ્વાસઘાતથી દુ:ખી છે અને તાજેતરની લોકસભાની ચૂંટણીમાં પણ આ જોવા મળ્યું.”
બીજેપી સાંસદ અને અભિનેત્રી સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
કંગના રનૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું કે, “શંકરાચાર્યે તેમનું શબ્દભંડોળ અને તેમના પ્રભાવ તેમજ ધાર્મિક ઉપદેશોનો દુરુપયોગ કર્યો છે. ધર્મ એમ પણ કહે છે કે, જો કોઈ રાજા પ્રજાનું શોષણ કરવા લાગે તો રાજદ્રોહ એ છેલ્લો ધર્મ છે. શંકરાચાર્યએ આપણા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર અપમાનજનક શબ્દો વડે દેશદ્રોહી અને વિશ્વાસઘાતી હોવાનો આરોપ લગાવીને આપણા બધાની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. શંકરાચાર્ય આવી નાની-નાની વાતો કરીને હિન્દુ ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં અવિમુક્તેશ્વરાનંદ શિવસેના (UBT)ના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ વિશ્વાસઘાતનો શિકાર છે. જો કે, અયોધ્યામાં રામ મંદિરના પવિત્રીકરણ સમારોહ માટેના આમંત્રણને નકારી કાઢનાર શંકરાચાર્યએ કહ્યું કે, તેમની ટિપ્પણી રાજકીય પ્રકૃતિની નથી.
આ પણ જૂઓ: ‘100 લાવો, સરકાર બનાવો..!’ અખિલેશ યાદવની મોન્સૂન ઓફર ભારે ચર્ચામાં