ટ્રેન્ડિંગનેશનલ

‘જો સરકાર મજબૂર કરશે તો ભારત છોડી દઈશું’ વોટ્સએપે હાઈકોર્ટમાં કેમ આવું કહ્યું?

Text To Speech
  • વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં મોટું નિવેદન આપ્યું છે. કંપનીએ કહ્યું છે કે જો તેને મેસેજ એન્ક્રિપ્શન તોડવાની ફરજ પાડવામાં આવશે તો તે ભારતમાં તેની સેવાઓ બંધ કરી દેશે

દિલ્હી, 26 એપ્રિલ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં એન્ક્રિપ્શન હટાવવાની ના પાડી દીધી છે અને વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટને સ્પષ્ટ કહ્યું છે કે જો તેને મેસેજ એન્ક્રિપ્શન તોડવાની ફરજ પાડવામાં આવશે તો તે ભારતમાં સેવા આપવાનું બંધ કરી દેશે. મેટાની માલિકી ધરાવતી કંપની WhatsAppએ કહ્યું કે તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સુનિશ્ચિત કરીને વપરાશકર્તાઓની ગોપનીયતાને સુરક્ષિત કરે છે. આ દ્વારા તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે ફક્ત મોકલનાર અને પ્રાપ્તકર્તા જ અંદરની સામગ્રીને જાણી શકે છે.

આઇટી નિયમોને પડકારી રહી છે મેટા

વાસ્તવમાં મેટાની કંપની વોટ્સએપે આઈટી નિયમો 2021ને પડકાર ફેંક્યો છે. ખાસ વાત એ છે કે ભારતમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના 400 મિલિયન એટલે કે 40 કરોડથી વધુ યુઝર્સ છે. જે તેને આ પ્લેટફોર્મ માટે સૌથી મોટું માર્કેટ બનાવે છે.

આ પણ વાંચો: વોટ્સએપમાં નંબર આપ્યા વગર શેર થશે ફાઈલ, આવી રહ્યું છે શાનદાર ફીચર

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, વોટ્સએપ વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ તેજસ કારિયાએ ડિવિઝન બેંચને કહ્યું, ‘એક પ્લેટફોર્મ તરીકે અમે કહી રહ્યા છીએ કે જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો વોટ્સએપ ભારતમાં સેવા આપવાનું બંધ કરશે. કારિયાએ કહ્યું કે લોકો WhatsAppનો ઉપયોગ માત્ર તેના પ્રાઈવસી ફીચર્સને કારણે જ કરે છે.

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન શું છે?

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એ એક સંચાર પ્રણાલી છે જેમાં સંદેશ મોકલનાર અને સંદેશ પ્રાપ્ત કરનાર સિવાય કોઈ મેસેજ જોઈ શકતું નથી. કંપની પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનમાં યુઝર્સના મેસેજ જોઈ શકતી નથી. કંપનીએ કોર્ટમાં કહ્યું કે નવા નિયમોના કારણે યુઝરની પ્રાઈવસી જોખમમાં આવી શકે છે.

આ પણ વાંચો: પત્નીના સ્ત્રીધન પર પતિનો કોઈ અધિકાર નથી: મહિલાઓ માટે SCનો મહત્ત્વનો નિર્ણય

Back to top button