ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

યુવતીઓ ગામમાં જ લગ્ન કરે તો સરકાર તરફથી જંગી નાણાકીય સહાયની ઑફર!

Text To Speech
  • ગામડાઓમાંથી સ્થળાંતરને કારણે ઘણી જગ્યાએ આખા વિસ્તારો ખાલી થઈ ગયા, એ બચાવવા નવીન ઝુંબેશ

HD ન્યૂઝ ડેસ્ક, 13 સપ્ટેમ્બર: કોઈએ આવી ઑફર ભાગ્યે જ સાંભળી હશે કે, એક એશિયાઈ દેશમાં સરકારે ગામડાના પુરુષો સાથે લગ્ન કરવા માટે યુવતીઓને નાણા આપવાની સ્કીમ બહાર પાડી છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ અનુસાર, જાપાન સરકાર લગ્નને પ્રોત્સાહન આપવા માટે આવી યોજના લાવી હતી, જેના કારણે તેમને વિપક્ષના જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

લગ્નનો મામલો એટલો અલગ છે કે હવે માતા-પિતા પણ ભાગ્યે જ તેમનાં બાળકોને આ અંગે સલાહ આપે છે. આવી સ્થિતિમાં વિચારો કે, શું કોઈ પણ દેશની સરકાર પાસે પૈસાની લાલચ આપીને છોકરીઓના લગ્ન કરવાનો અધિકાર છે? પોતાની ટેક્નોલોજી અને નૈતિક મૂલ્યોને કારણે ચર્ચામાં રહેતું જાપાન આજકાલ આવી જ એક વિચિત્ર યોજનાને કારણે ચર્ચામાં છે.

‘પૈસા લો, ગામડાના માણસ સાથે લગ્ન કરો’

જાપાન સરકાર દ્વારા તૈયાર કરાયેલી યોજના અનુસાર, છોકરીઓને 600,000 યેન એટલે કે 3 લાખ 52 હજાર રૂપિયા લઈને ગામડાના છોકરા સાથે લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી હતી. જાપાનમાં, ગામડાઓમાંથી સ્થળાંતરને કારણે, ઘણી જગ્યાએ આખા વિસ્તારો ખાલી થઈ ગયા છે. આવી સ્થિતિમાં, સરકારે તે છોકરીઓને ઇન્સેન્ટીવ ઓફર કરી, જેઓ ટોક્યો છોડીને ગ્રામીણ વિસ્તારમાં લગ્ન કરીને જશે. આ માટે ટોક્યોની 23 સિટી કાઉન્સિલમાં આવનારી છોકરીઓને યોગ્ય ગણવામાં આવી હતી. સરકાર છોકરીઓની મુસાફરી અને તેમની મેચમેકિંગ ઇવેન્ટનો ખર્ચ ઉઠાવવા પણ તૈયાર હતી.

સ્કીમ પાછી ખેંચવી પડી

આ યોજનાને લઈને સોશિયલ મીડિયા પર વિપક્ષ અને લોકો તરફથી ઘણો વિરોધ થયો હતો. જેના કારણે સરકારે પોતાની સ્કીમ પાછી ખેંચવી પડી. ઉલ્લેખનીય છે કે, ચીનમાં આવી યોજનાઓ સામાન્ય છે. માર્ચમાં, ગુઆંગડોંગ પ્રાંતમાં લોકોને લગ્ન અને બાળકો પેદા કરવા માટે પૈસાની ઓફર કરવામાં આવી હતી. 25 વર્ષ કે તેથી ઓછી ઉંમરની છોકરીઓ પણ લગ્ન કરે અને બાળકને જન્મ આપે તો પણ પૈસાની ઓફર કરવામાં આવતી હતી. જાપાનમાં જન્મ દર ઘટી રહ્યો હોવાથી અને વસ્તી વૃદ્ધ થઈ રહી હોવાથી સરકાર આવી યોજનાઓ દ્વારા વસ્તીને પ્રોત્સાહન આપવા માંગે છે.

આ પણ જૂઓ: દોઢ લાખ ભાડું આપ્યા પછી પણ 23 લોકો સાથે રહેવું પડે એવી સ્થિતિ છે આ શહેરમાં…

Back to top button