જો પૃથ્વી બમણી ઝડપે પરિભ્રમણની કરવા લાગે તો..
અમદાવાદ, 23 ડિસેમ્બર : જો પૃથ્વી બમણી ઝડપે ફરવા લાગે તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ઘટશે. આના કારણે વાતાવરણમાં હાજર હવા અને ઓક્સિજનનો મોટો ભાગ અવકાશમાં જતો રેહશે. મનુષ્ય સહિત દરેક વસ્તુનું વજન ઘણું ઓછું થઈ જશે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડશે.
પૃથ્વીના પરિભ્રમણથી નીકળતા કેન્દ્રબિંદુનું બળ વધી જશે. તેનાથી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ઘટી જશે, પણ જો પૃથ્વીની પરિભ્રમણ ગતિ 1,670 ને બદલે 28,390 થઈ જાય, તો માનવી સંપૂર્ણપણે વજનહીન થઈ જશે.અને તે હવામાં ઉડતો જોવા મળશે. પૃથ્વીનું કેન્દ્રત્યાગી બળ ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ પાણી ખેંચશે. જેના કારણે ત્યાં પાણીનું સ્તર 100 મીટર વધી જશે. તેના કારણે ઇન્ડોનેશિયા અને દક્ષિણ અમેરિકાના મોટાભાગના ઉત્તરીય ભાગો સંપૂર્ણપણે નાશ પામશે અને આફ્રિકા બે અલગ ટાપુઓમાં વિભાજિત થઇ જશે
પૃથ્વી શા માટે ફરે છે?
પૃથ્વીનો સુંદર 24-કલાકનો પરિભ્રમણ દર જીવન માટે ખૂબ જ અનિવાર્ય છે. જે પૃથ્વીના આસપાસના તાપમાનને જાળવી રાખે છે,પૃથ્વીની સપાટી દિવસ દરમિયાન યોગ્ય સમય માટે સૂર્યપ્રકાશમાં રહે છે અને પછી રાત્રે અંધકારમાં ઠંડુ પડે છે. જે આપણા જીવન વિકાસ માટે ખુબજ અગત્યનું છે. પરિભ્રમણને કારણે વાતાવરણમાનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની અંદરની તરફ ખેંચાય છે અને સપાટીથી યોગ્ય અંતર જાળવી રાખે છે. જેના કારણે ભરતી અને ઓટ દ્વારા દરિયાની સપાટીમાં દૈનિક વધારો અને ઘટાડો એ પૃથ્વીના તેની ધરી પરના પરિભ્રમણ અને પૃથ્વી અને ચંદ્રમાંના ગુરુત્વાકર્ષણની અસરો બંનેનું પરિણામ છે.
પરિભ્રમણ હવા અને સમુદ્રી પ્રવાહોના વિચલનનું કારણ બને છે. પૃથ્વી પવનો અથવા પ્રવાહો કરતાં ઘણી ઝડપથી ફરે છે, જેના કારણે કોરિઓલિસ દળો જે હવાને વિચલિત કરી તેની દિશા બદલી તે પૃથ્વીની સપાટી પર ઊંચા અને નીચા દબાણવાળા વિસ્તારો બનાવે છે. પૃથ્વીની પરિભ્રમણ ગતિમાં વધારો થવાથી જીવન પર વિવિધ અસરો થશે, જેમાં ધરતીકંપ, સુનામી જેવી બાબતોથી લઈને દિવસની લંબાઈ ઓછી-વધુ થવી. લોકો મધ્ય આફ્રિકામાં સ્વિમિંગ કરતાં અને ધ્રુવીય વિભાગમાં બરફ ખૂબ જ ઝડપથી પીગળી શકે છે, જે વિશ્વના મોટા ભાગને ડૂબાડી શકે છે.
પૃથ્વી પરથી માનવ વસ્તી અદૃશ્ય થઈ જશે
આ પહેલા વૈજ્ઞાનિકોએ તેમના અભ્યાસમાં શોધી કાઢ્યું હતું કે જો પૃથ્વી આ રીતે ફરતી રહેશે. તો પવનની દિશા 1,670 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવા લાગશે. આ તોફાની પવન તેના માર્ગની દરેક વસ્તુનો નાશ કરતો રહેશે. બંદૂકની ગોળીની ઝડપે માણસો એકબીજા સાથે ટકરાશે. આ સાથે પૃથ્વી પરનું ચુંબકીય ક્ષેત્ર ખતમ થઈ જશે. તે સમયે પર્યાવરણ પરમાણુ વિસ્ફોટ જેવું જ હશે, જેના કારણે પરમાણુ અને ઘણા પ્રકારના જીવલેણ રેડિયેશન ફેલાશે. નારંગી આકારની પૃથ્વી સંપૂર્ણપણે ગોળ બની જશે. દરિયાના પાણીમાં અચાનક વધારો થશે અને પૂરની સ્થિતિ સર્જાશે. આ પછી, પૃથ્વી પર અડધા વર્ષ માટે દિવસ અને અડધા વર્ષ માટે રાત રહેશે. જે પૃથ્વી પર માનવ વસ્તીનો નાશ કરશે. જોકે, નાસાના વૈજ્ઞાનિકોએ કહે છે કે આવી ઘટના કેટલાય અબજ વર્ષો સુધી બનવાની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચો : ISRO : અવકાશમાં થતાં ક્ષણિક વિસ્ફોટ શું છે?