ધરમાંથી બીમારી જતી જ ન હોય તો અપનાવો આ ટિપ્સ
- જે ઘરના સભ્યો હેલ્ધી હોય તે જ કોઇ પણ કામમાં સફળતા મેળવી શકે
- ઘરના સભ્યો વારાફરતી બીમાર પડતા હોય તો વાસ્તુ ઉપાય અજમાવો
- ઉત્તર કે ઉત્તર-પૂર્વ ક્ષેત્રને સાફ રાખો
પહેલુ સુખ તે જાતે નર્યા. આ કહેવત ખરેખર ખૂબ જ સાચી છે. હેલ્થ ઇઝ વેલ્થ. જે ઘરના સભ્યો હેલ્ધી હોય તે જ કોઇ પણ કામમાં સફળતા મેળવી શકે છે. જો ઘરમાં કોઇ વ્યક્તિ બીમાર હોય કે તણાવમાં હોય, ઘરમાં બીમારી ઘર કરી ગઇ હોય, તમે ઘરની કોઇને કોઇ વ્યક્તિ વારાફરતી બીમાર પડે તેનાથી હેરાન પરેશાન થઇ ગયા હો તો કેટલાક વાસ્તુ ઉપાય તમને રાહત આપી શકે છે. આ માટે સૌથી પહેલા જરૂરી છે કે ઘરના લોકોની ઇમ્યુનિટીને મજબૂત કરવામાં આવે.
ઘરમાં દર્દીઓ માટે ઉત્તમ છે આ દિશા
ઉત્તર કે ઉત્તર-પૂર્વ ક્ષેત્રને સાફ રાખો. હંમેશા એવુ જોવા મળે છે કે દર્દીઓને આ દિશામાં સુવાનુ કહેવાય છે તો તેઓ જલ્દી ઠીક થઇ જાય છે. જો આ દિશામાં પથારી રાખવાની કોઇ વ્યવસ્થા ન હોય તો ઝડપથી સાજા થવા માટે દવાઓને આ દિશામાં રાખી શકાય છે. સૌથી પહેલા તમે દવા રાખવાના સ્થાન પર ધ્યાન આપો. દવા ક્યારેય દક્ષિણ દિશા કે પશ્ચિમ દિશામાં ન રાખવી જોઇએ.
આ પણ વાંચોઃ સંબંધોમાં વધારો પ્રેમ કંઇક આ રીતે…
દવા રાખવાની બેસ્ટ જગ્યા
દવા રાખવાનું સૌથી સારુ સ્થાન ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વ છે. આ સ્થાન પર જ બધી દવાઓ અને ડોક્ટરની ચિઠ્ઠી રાખવા જોઇએ. આ દિશામાં એક ધન્વંતરિ દેવતાની તસવીર લગાવો, જેની બોર્ડર પીળી હોય. આ દિશામાં એક ચાંદીનું સ્વસ્તિક લગાવો અથવા નીલા રંગથી સ્વસ્તિક બનાવો. આ દિશામાં જો શક્ય હોય તો દર્દીને સુવડાવો, તેનાથી સ્વાસ્થ્ય જલ્દી સુધરશે. જો દર્દી સુઇ ન શકતુ હોય તો તેને થોડી વાર આ દિશામાં બેસાડો. વાસ્તુ અનુસાર જો ઘરના મુખ્ય દ્વાર પાસે કોઈપણ પ્રકારનો ખાડો કે માટી હોય તો ઘરના સભ્યોને માનસિક બિમારીઓ ઘેરી લે છે. વાસ્તુ અનુસાર આ દોષના કારણે ઘરના લોકો અમુક પ્રકારના માનસિક તણાવમાં રહે છે.
વાસ્તુદોષ દૂર કરવા ઘરમાં રાખો આ શુભ વસ્તુઓ
વાસ્તુદોષ દૂર કરવા માટે ઘરમાં વિંડ ચાઇમ્સ, લાફિંગ બુદ્ધા, ગોલ્ડન ફિશ, ફેંગશુઇનો કાચબો, ફેંગશુઇના સિક્કા જેવી શુભ વસ્તુઓ રાખવી જોઇએ. તેની શુભ અસરથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને બધી જ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.
આ પણ વાંચોઃ કારગિલ વિજય દિવસ : દેશભક્તિની આ ફિલ્મો બલિદાન અને બહાદુરીની ગાથાની લાગણી બમણી કરશે