જો જો રંગમાં ન પડે ભંગઃ અસ્થમાં કે એલર્જીના દર્દી હો તો હોળી રમતા આટલું ખાસ ધ્યાન રાખો


આખા ગુજરાતમાં 8 માર્ચ અને બુધવારના રોજ ધુળેટી ઉજવવામાં આવશે. મોજમસ્તીનું આ પર્વ કેટલાક લોકો માટે આફત બની શકે છે. તેમાં અસ્થમાં કે શ્વાસની સમસ્યા સાથે જોડાયેલા અથવા તો એલર્જીની તકલીફ ધરાવતા લોકો સામેલ છે. જો તે એલર્જી, અસ્થમાં કે શ્વાસના દર્દી છો તો હોળી રમતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો.
છોડના પરાગ કણોથી બચો
હોળીનો તહેવાર પાક લણવાની સીઝનમાં આવે છે. આ સમયે છોડ અને વૃક્ષો પરાગ છોડે છે. તેના કારણે એલર્જી, છીંકો આવવી, ગભરામણ અને અસ્થમાના એટેકનો ખતરો વધી જાય છે. જો હોળી રમવા બહાર નીકળો તો નાક અને મોંને માસ્ક કે નરમ કપડાથી ઢાંકી દો અને ઇન્હેલર સાથે રાખો.
સારા રંગનો ઉપયોગ કરો
હોળીના સુકા અને ભીના કલર્સ ચિડિયાપણુ, એલર્જી, છીંકો કે ગભરામણને વધારી શકે છે. અસ્થમાના દર્દીઓને આ કારણે સ્કીનમાં એલર્જી થાય છે. હોળીના કલર્સ એલર્જી વધારી શકે છે. આ કારણે સુરક્ષિત કલર્સનો જ ઉપયોગ કરો અને શક્ય હોય તો રંગથી બચવાની કોશિશ કરો.
ઇનહેલર સાથે રાખો
અસ્થમાં ફેફસાના સોજાના કારણે થાય છે, જ્યારે ફેફસામાં ઠંડી હવા લાગે છે અથવા હવામાન પરિવર્તન થાય છે તો તે સંકુચિત થવા લાગે છે. આ કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. જો કોઇ કારણે હોળી રમવા દરમિયાન તમને લાગે છે કે તમારી સ્થિતિ બગડી રહી છે તો ઇનહેલર તમારો જીવ બચાવી શકે છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
તમારા મિત્રોને જણાવી દો કે તમે અસ્થમાના દર્દી છો, જેથી તમને કલર ન લગાવે. તમારા ખોરાકમાં વધુ વિટામીન ડી વાળા પદાર્થો સામેલ કરો. ચિંતા-તણાવથી દુર રહો. તમારી દવાઓ સમયસર લો.
આ પણ વાંચોઃ હોળી મનાવવા માટે આ જગ્યા છે સૌથી બેસ્ટ