ઘરમાં બલ્બ ફ્યુઝ થાય તો તરત બદલો, નહીંતર આવી શકે છે નેગેટિવિટી
- ફેંગનો અર્થ થાય છે, હવા અને પાણીનો માર્ગ
- ફેંગશુઇના સિદ્ધાંતમાં રોશનીને ખૂબ જ મહત્ત્વ અપાયુ છે
- ફ્યુઝ બલ્બ ઘરના એનર્જી લેવલને બગાડે છે
ફેંગશુઇ એક બહુ જુની ચીની વાસ્તુ શાસ્ત્ર પરંપરા છે, જેના સિદ્ધાંતો પોઝિટીવ વાતાવરણ બનાવવામાં મદદ કરે છે. આ વિદ્યામાં વિવિધ પ્રકારના રંગો, ફર્નિચરની વ્યવસ્થા અને મકાનના ઢાંચાને મહત્ત્વ આપવામાં આવે છે. શરુઆતમાં તો આ વિદ્યા માત્ર ચીન સુધી જ સિમિત હતી, પરંતુ બાદમાં તે આખી દુનિયામાં વિસ્તરી. હવે તો ભારતમાં પણ તેનું પ્રચલન વધી ગયુ છે. તેના માપદંડો અનુસાર બનાવાયેલા પ્રતિકોની ડીમાન્ડ ચીનમાં નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે છે. ફેંગનો અર્થ થાય છે, હવા અને પાણીનો માર્ગ
ઘરમાં એક વાર જરૂર કરો રોશની
ફેંગશુઇના સિદ્ધાંતમાં પ્રકાશ એટલે કે રોશનીને ખૂબ જ મહત્ત્વ અપાયુ છે. ફેંગશુઇ અનુસાર ઘર સંપુર્ણ રીતે વ્યવસ્થિત હોવુ જોઇએ. ત્યારે જ ત્યાં પોઝિટીવ એનર્જીનો પર્યાપ્ત માત્રામાં પ્રવાહ થતો રહેશે. જો ઘરમાં ક્યાંક નેગેટિવ પ્રકાશ આવી રહ્યો છે તો ફેંગશુઇ તેને સકારાત્મક પ્રકાશમાં બદલીને ત્યાં રહેતા લોકોના જીવનને પ્રભાવિત કરે છે. આખા દિવસમાં એક વાર ઘરમાં રોશની અવશ્ય કરવી જોઇએ.
આ પણ છે ખાસ નિયમો
ઘરમાં જો કોઇ ફ્યુઝ બલ્બ છે, તો તેને તાત્કાલિક બદલી નાંખવો જોઇએ. ફ્યુઝ બલ્બ ઘરના એનર્જી લેવલને બગાડે છે. ફક્ત બલ્બ નહીં એલઇડી કે ટ્યુબલાઇટ પણ ફ્યુઝ થઇ ગઇ હોય તો બદલી નાંખજો. ખરાબ થઇ ગયેલી આવી વસ્તુઓ હટાવી દેવી યોગ્ય પગલુ છે. એટલું જ નહીં, કોઇ ઘરમાં નળની પાઇપ ખરાબ થઇ ગઇ હોય અને સતત પાણી ટપ-ટપ થતુ હોય તો તેને તાત્કાલિક યોગ્ય કરી લેવું જોઇએ. ગ્લાસ પર ધૂળ ન જામવા દેવી જોઇએ. આ બધા ઉપાયોથી એનર્જીનો પ્રવાહ યોગ્ય રહે છે.
આ પણ વાંચોઃ ઇલિયાનાએ પોતાની પ્રેગ્નન્સીની સમસ્યા સોશિયલ મીડિયા પર કરી શેર