

આજે દુબાઈમાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIT) એ મેચને લઈને તેના વિદ્યાર્થીઓ માટે એક વિચિત્ર આદેશ જાહેર કર્યો છે. NIT શ્રીનગરે વિદ્યાર્થીઓને આજે ગ્રુપમાં ભારત-પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટ મેચ જોવા પર પ્રતિબંધ મૂક્યો છે.
એટલું જ નહીં વિદ્યાર્થીઓ માટે સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર મેચ સંબંધિત કોઈપણ પોસ્ટ શેર કરશે નહીં. આ નોટિસ ડીન દ્વારા જારી કરવામાં આવી છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ મેચ દરમિયાન તેમના રૂમમાં રહેશે. તેઓ કોઈ બીજાના રૂમમાં જવા પર પણ પ્રતિબંધ મૂકયો છે. તેમજ જો કોઈ વિદ્ઘાર્થી મેચ જોતા ઝડપાશે તો 5000 રૂપિયા દંડ ભોગવવો પડશે.

ગ્રુપમાં મેચ જોવા પર 5,000 દંડ
નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રવિવારની મેચ દરમિયાન તમામ વિદ્યાર્થીઓએ પોતપોતાના રૂમમાં રહેવું જોઈએ, કોઈપણ વિદ્યાર્થીએ અન્ય કોઈ વિદ્યાર્થીના રૂમમાં જવું નહીં. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીના રૂમમાં જોવા મળે છે અથવા કોઈ વિદ્યાર્થી જૂથમાં જોવા મળે છે તે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછો 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.
આ પણ વાંચો : આજે સાંજે IND vs PAK હાઈ વોલ્ટેજ મેચ, દેશભરમાં જોવા મળશે ‘ક્રિકેટ કર્ફયુ’
શું છે નોટિસ માટેનું મુખ્ય કારણ ?
અગાઉ ભૂતકાળમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ દરમિયાન ઘણી વખત સામાજિક સમરસતાની સ્થિતિ બગડી હતી અને ઘણી વખત જૂથવાદની સ્થિતિ પણ જોવા મળી હતી. પોલીસને આશંકા છે કે આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી શકે છે. આવી સ્થિતિમાં આ અંગે સાવચેતી રાખવામાં આવી રહી છે. 2016માં T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની હાર બાદ કેમ્પસમાં બહારના લોકો અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે હંગામો થયો હતો, ત્યારબાદ NITને ઘણા દિવસો સુધી બંધ રાખવામાં આવી હતી. આ મામલે મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓનો વીડિયો પણ વાયરલ થયો હતો. તેના પર સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો.