જો શનિ દેવ તમને પણ કરે છે પરેશાન, તો આ આદતોથી ચોક્કસ દૂર રહેજો
ન્યાયના દેવતા શનિને નવગ્રહોમાંથી સૌથી ક્રુર માનવામાં આવે છે. એક વખત શનિ બગડી જાય તો માણસનું આખુ જીવન દુખોથી ભરાઇ જાય છે. 31 જાન્યુઆરીના રોજ શનિ દેવ કુંભ રાશિમાં અસ્ત થશે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર કેટલીક ખરાબ આદતોને શનિદેવ બિલકુલ પસંદ કરતા નથી. જે જાતકોમાં આવી ખરાબ આદતો હોય છે, તેની પર શનિદેવની નજર હંમેશા ટકેલી હોય છે. 31 જાન્યુઆરીએ શનિ દેવ કુંભ રાશિમાં અસ્ત થવાના છે તેથી થોડુ સંભાળીને રહેવાની જરૂર છે. જાણો શનિદેવને કઇ આદતો પસંદ નથી.
બેઠા બેઠા પગ હલાવવા
તમે ઘણી વખત કેટલાક લોકોને બેઠા બેઠા પગ હલાવતા જોયા હશે. આમ કરવુ અશુભ માનવામાં આવે છે. તે ચંદ્રમા કમજોર હોવાના સંકેત આપે છે અને શનિની સમસ્યાઓને પણ દર્શાવે છે. આમ કરનારા લોકો હંમેશા માનસિક પરેશાનીઓ સામે લડતા રહે છે.
રસ્તામાં ગમે ત્યાં થુંકવુ
જો તમે રસ્તામાં ગમે ત્યાં થુંકતા હો તો ચેતી જજો. આ એક ખુબ ખરાબ આદત છે. આવી ખરાબ આદત કુંડળીમાં શનિ ગ્રહ કમજોર હોવાની નિશાની છે. આવા લોકોનું જીવન ખુબ જ કષ્ટદાયક હોય છે. તેથી આ આદતને જલ્દી ત્યાગી દેવી જોઇએ. નહીં તો તમારે શનિનો પ્રકોપ સહન કરવો પડશે.
બાથરૂમને ગંદુ રાખવુ
એવું કહેવાય છે કે બાથરૂમને ગંદુ રાખવાથી વાસ્તુ દોષ વધે છે અને કુંડળીનો ચંદ્રમા પણ અશુભ ફળ આપવા લાગે છે. તેથી હંમેશા ટોઇલેટ બાથરૂમ સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરવો જોઇએ, નહીં તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે.
પગ ઘસડીને ચાલવું
પગ કે ચંપલ ઘસડીને ચાલવું તેને જ્યોતિષાચાર્યો એક બહુ ખરાબ આદત માને છે. જે લોકો પગ ઘસડીને ચાલે છે તેમનો શનિ હંમેશા તેમને પરેશાન કરે છે. આવા લોકોને અશુભ ફળ મળવાની શક્યતાઓ વધુ રહે છે. તેમના થયેલા કામ બગડી શકે છે. તેમને હંમેશા પૈસાની કમી રહે છે.
એંઠા વાસણ રાખવા
જમ્યા બાદ એંઠા વાસણો રાખવાથી પણ શનિના દ્રષ્ટિદોષના પ્રભાવ વધી શકે છે. તેથી એવી ભુલ કદી ન કરતા. એવું કહેવાય છે કે કીચનમાં એંઠા વાસણ રાખનાર વ્યક્તિને તેમના કઠોર પરિશ્રમ છતાં પણ સંતોષજનક ફળ મળી શકતુ નથી.