‘રોહિત શર્મા નિવૃત્ત લેશે તો…’ ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સ બાદ રવિ શાસ્ત્રીનું નિવેદન


- જો રોહિતને સિડનીમાં વિદાય ટેસ્ટ રમવાની તક મળે છે, તો તેણે કોઈપણ ભાર વગર રમવું જોઈએ: રવિ શાસ્ત્રી
HD ન્યૂઝ ડેસ્ક, 2 જાન્યુઆરી: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રીએ ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સ બાદ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે તો તેમને આશ્ચર્ય થશે નહીં. જો કે, તેમણે વધુમાં કહ્યું કે, જો રોહિતને સિડનીમાં વિદાય ટેસ્ટ રમવાની તક મળે છે, તો તેણે કોઈપણ ભાર વગર રમવું જોઈએ કારણ કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી દાવ પર છે. ઉલ્લેખનીય છે કે, ભારતે એક દાયકાથી BGT ટ્રોફી છોડી નથી, પરંતુ આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 1-2થી પાછળ છે. જો ટીમ ઈન્ડિયા સિડનીમાં જીતશે તો શ્રેણી 2-2થી ડ્રો થઈ જશે અને ટ્રોફી ભારત પાસે રહેશે.
Former India head coach Ravi Shastri has his say on Rohit Sharma’s future.
More from the #ICCReview 👇https://t.co/01ttbYgpn6
— ICC (@ICC) January 2, 2025
રવિ શાસ્ત્રીએ શું કહ્યું?
રવિ શાસ્ત્રીએ ICC રિવ્યુમાં કહ્યું કે, “જો હું રોહિત શર્માની આસપાસ હોત, તો મેં તેને પિચ પર જઈને ધડાકો કરવાનું કહ્યું હોત. અત્યારે, તે જે રીતે રમી રહ્યો છે, તે ખૂબ સારો લાગી રહ્યો નથી. તેણે વિરોધી ટીમ પર આક્રમણ કરવો પડશે અને જોવું પડશે કે શું થાય છે.”
શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, “તે પોતાની કારકિર્દી અંગે નિર્ણય લેશે, પરંતુ જો તે નિવૃત્ત થાય છે તો મને આશ્ચર્ય થશે નહીં, કારણ કે તેની ઉંમર હવે ઓછી નથી. શુભમન ગિલ જેવા યુવા ખેલાડીઓ રાહ જોઈ રહ્યા છે, જે 2024માં 40ની સરેરાશ પર છે. આ ગુણવત્તાનો ખેલાડી બેન્ચ પર બેઠો છે, પરંતુ જો ભારત આખરે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થાય છે તો તે તેમના માટે છે શાનદાર પ્રદર્શન કરવાનો આ યોગ્ય સમય હશે.”
ગૌતમ ગંભીરે રોહિત શર્મા વિશે શું કહ્યું?
રવિ શાસ્ત્રીનું આ નિવેદન ત્યારે બહાર આવ્યું જ્યારે ગૌતમ ગંભીરે સિડની ટેસ્ટમાં રોહિત શર્માના રમવાની પુષ્ટિ કરી નથી. ગંભીરને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાંચમી ટેસ્ટ રમશે? તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, તે ટોસ દરમિયાન પિચ જોયા બાદ પ્લેઈંગ ઈલેવન નક્કી કરશે.
આ પણ જૂઓ: ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમ વિવાદ પર ગૌતમ ગંભીરે તોડ્યું મોન, જાણો શું કહ્યું