જો લોકો તમારો ફાયદો ઉઠાવી રહ્યા છે, તો આ આદતોથી રહો દૂર
જો તમે તમારા મિત્રોની વચ્ચે હોવ અને વારંવાર તમારી અવગણના કરવામાં આવે અથવા તેઓ તમારી અવગણના કરી રહ્યાં હોય. તમે તેમના માટે જે કરો છો, તેના બદલામાં તમને એટલી કિંમત નથી મળતી. તમને ઓછું ધ્યાન આપવામાં આવે છે. તમારો સંબંધ એકતરફી રહ્યો છે. એકંદરે, જો તમારો લાભ લેવામાં આવી રહ્યો છે, તો સંબંધને આગળ વધારવા કરતાં તમારી આદતોમાં થોડો ફેરફાર કરવો વધુ સારું છે. આનાથી મિત્રોમાં તમારું મહત્વ વધશે અને તેઓ તમારી કદર કરવા લાગશે. એટલા માટે તમારે તમારી આ આદતો આજથી બદલવાનું કામ કરવું જોઈએ.
અંગત વાતો કરવાનું બંધ કરો
તમારી અંગત બાબતો દરેક સાથે ક્યારેય શેર ન કરો. આ કારણે લોકોને તમારી નબળાઈની ખબર પડી જાય છે અને તેઓ તમને હાળવાશમાં લેવા લાગે છે. જરૂરી નથી કે, દરેક વ્યક્તિઓ તમારા જેવા સારા હોય. તેથી જો તમે તમારૂ મૂલ્યબીજાની નજરમાં વધારવા માંગતા હોવ તો આજથી જ આ આદતને બદલી નાખો.
દરેક સંબંધ માટે સીમાઓ નક્કી કરો
જો તમે ઈચ્છો છો કે કોઈ તમારો ફાયદો ઉઠાવી ન શકે તો સૌથી પહેલા દરેક સંબંધ માટે એક લિમિટ નક્કી કરો. કોઈ વ્યક્તિ ગમે તેટલો ખાસ હોય, જો તે તમારો ફાયદો ઉઠાવી રહ્યો હોય અથવા તમારા માટે સમસ્યાઓ ઉભી કરી રહ્યો હોય, તો તરત જ તમારો અવાજ ઉઠાવો અને તેને પોતાનો ફાયદો ઉઠાવવા ન દો.
આ પણ વાંચો: સોનાલી ફોગાટનું 42 વર્ષની વયે હાર્ટએટેકથી મોત, આ લક્ષણોને સમયસર ઓળખવા જરૂરી
બધાને સાંભળો, પરંતુ કરો મનનું
જ્યાં સુધી તમે તમારી જાતને માન નહીં આપો, ત્યાં સુધી બીજું કોઈ તમને ક્યારેય માન આપશે નહીં. તેથી, દરેકના અભિપ્રાયને માનવાને બદલે, તમારું મન જે કહે અથવા તમને જે યોગ્ય લાગે તે કરો. તમારા વિચારો લોકોને સ્પષ્ટપણે જણાવો. તેમને એવું લાગવું જોઈએ કે, તેઓ જે કહે છે તે તમે આંખબંધ કરીને નથી માની શકતા.
ડોર મેટ બનવાનું ટાળો
જો તમે કોઈના કામ માટે હંમેશા તૈયાર રહો છો, તો તે ટેક્ન ફોર ગ્રાન્ટેડ લેવા લાગે છે. તેના જીવનમાં તમારું મૂલ્ય ઘટવા લાગે છે. તેને લાગે છે કે, તમારી પાસે કોઈ કામ નથીઅને તમે આખો દિવસ ખાલી બેસી રહો છો. તેનાથી તમારું મહત્વ ઘટી જાય છે. લોકો તમારો ફાયદો ઉઠાવે છે. તેથી, કોઈપણ સંબંધમાં, જો કોઈ તમારા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરે છે, તો તેને કહો કે તમે બધું સમજો છો અને તમારી જાતને કોઈના ડોર મેટ બનવાથી બચાવો.
આ પણ વાંચો: અમદાવાદઃ ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે, આજ સવારથી લોકો માટે રિવરફ્રન્ટ વોકવે બંધ
પૂછ્યા વિના ક્યારેય મદદ કરશો નહીં
ઘણી વખત જ્યારે તમે કોઈને પૂછ્યા વગર મદદ કરો છો, ત્યારે તેને તમારી મદદનો અહેસાસ થતો નથી. તેથી, જ્યાં સુધી કોઈ જરૂરિયાત ન હોય અથવા તમને મદદ માટે પૂછવામાં ન આવે ત્યાં સુધી મદદ માટે આગળ ન આવશો. કારણ કે, આ તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી શકે છે. તમારાથી બીજાને આગળ રાખવાનો તમારો સ્વભાવ ક્યારેક તમને નુકસાન પહોંચાડી શકે છે. તમે લોકો સાથે વાત કરો, પરંતુ પોતાના મનની નહીં. આ સાથે, તમે દરેક સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહેવાનું ટાળશો અને લોકો તમારો ફાયદો ઉઠાવી શકશે નહીં.