31 માર્ચ સુધી PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો થઈ જશે અમાન્ય, જાણો લિંક કરવાના સરળ પગલાં
શું તમે તમારું પાન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક કર્યું છે ? જો હા, તો તમે રાહતનો શ્વાસ લઈ શકો છો. જો તમે હજી સુધી આમ ન કર્યું હોય, તો હમણાં જ કરો. ભારત સરકારની સૂચના મુજબ દરેક વ્યક્તિએ પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી છે. આ માટે સમય મર્યાદા પણ છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ભૂતકાળમાં ઘણી વખત લંબાવી છે. પરંતુ જેમણે આજ સુધી આ કામ પૂરું કર્યું નથી, તેમની પાસે એક છેલ્લી તક છે. જો તમે નિર્ધારિત સમયમર્યાદામાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમારું PAN કાર્ડ અમાન્ય થઈ શકે છે.
લિંકિંગ ફી
અગાઉ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે કોઈ ફી ન હતી. બાદમાં તેને રૂ.500 કરી દેવામાં આવી હતી. હવે આ ફી વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે. 31મી માર્ચ પછી પાન કાર્ડ અમાન્ય થઈ જશે. આ પછી, તમારી બેંકિંગ અને ફાઇનાન્સ સાથે સંબંધિત ઘણી બાબતોમાં વિક્ષેપ આવશે. અમાન્ય PAN કાર્ડના કિસ્સામાં, 10,000 રૂપિયાનો દંડ પણ લાદવામાં આવશે.
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ખૂબ જ સરળ છે અને તમે તમારા ઘરથી ઓનલાઈન કરી શકો છો, ચાલો જાણીએ તેના સરળ સ્ટેપ્સ..
- પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે, સૌપ્રથમ ઈ-ફાઈલિંગ પોર્ટલ www.incometax.gov.in પર જઈને ઈન્કમ ટેક્સ વેબસાઈટ પર લોગ ઈન કરો.
- હવે Quick Links વિભાગમાં તમારો PAN કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
- આ પછી ‘I validate my Aadhaar details’ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. તેને વેબસાઇટ પર દાખલ કરો.
- તે પછી ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા રૂ.1,000ની ફી ચૂકવો.
- અંતે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો અંતિમ વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો. હવે તમારું પાન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.