નિફ્ટી આજે 23800ને પાર કરે તો 24000-24200નું સ્તર શક્ય


મુંબઇ, 25 માર્ચઃ બજારમાં હાલમાં તેજીવાળાના હેમરીંગ વચ્ચે એફઆઇઆઇની ખરીદી પણ સતત જોવા મળી રહી છે. સપ્તાહની શરૂઆત તેજી સાથે થતા હવે નિફ્ટી 23,800ના પાછલા હાઇથી ફક્ત 150 દૂર છે. જો નિફ્ટી આ સ્તર પણ પાર કરશે તો ભારે તેજી જોવા મળી શકે છે. જોરે એનાલિસ્ટોના અનુસાર ડીએમઆઇ 200નું 23,400નું સ્ત નિફ્ટી માટે સપોર્ટ લેવલ છે. જ્યારે બીજી બાજુ આજે નફોં ગાંઠે બાંધવાની વૃત્તિ પણ જોવા મળી શકે છે. નોંધનીય છે કે ઇક્વિટી માર્કેટમાં ગઇકાલે નિફ્ટી ઊંચામાં ગેપમાં ખુલીને સાત સપ્તાહના ઊંચા સપ્તાહે સ્પર્શી ગયો હતો. તેમાં 1 ટકાથી વધુની તેજી જોવા મળી હતી.
નિફ્ટી માટે સપોર્ટ અને રેસિસ્ટન્સ લેવલ
નિફ્ટી માટેનું સપોર્ટ લેવલ 23,495, 23,430 અને 23,325 છે, જ્યારે રેસિસ્ટન્સ લેવલ 23,705, 23,770 અને 23,876નું મનાય છે. જ્યારે બેન્ક નિફ્ટી માટે રેસિસ્ટન્સ લેવલ 51,818, 52055 અને 52,439 અને સપોર્ટ લેવલ 51,050, 50,813 અને 50,429 મનાય છે.
ટ્રંપનું વલણ
જેની લાંબા સમયથ અપેક્ષા છે તેવા ઓટોમોબાઇલ આયાત પરની ટેરિફની અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા નજીકના ભવિષ્યમાં ઘોષણા કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે કેટલાક દેશોને રેસિપ્રોકલ ટેરિફથી છૂટકારો મળી શકે છે. આમ વૈશ્વિક ઓટો ઉત્પાદકો અને રોકાણકારો હવે 2 એપ્રિલની પ્રતીક્ષામાં છે.
કેવા રહ્યા વિદેશી બજારો
એશિયન બજારો વોલ સ્ટ્રીટની તેજી પાછળ પોઝીટીવ શરૂ થયા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી/ASX 200 0.69 ટકા વધ્યો હતો. જાપાનનો નિક્કેઇ 225 1.15 ટકા વધ્યો હતો, તો ટોપીક્સ ઇન્ડેક્સમાં તેજી વર્તાઇ હતી. દરમિયાનમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.61 ટકા અને સ્મોલ કેપ કોસડેક પણ પાછળ રહ્યો ન હતો.
ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાુ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 597.97 પોઇન્ટ વધીને 42,583.32 પર બંધ આવ્યો હતો. જ્યારે એસએન્ડપી 500 પણ 1.76 ટકા વધીને 5787.87 પર સેટલ થયો હતો. જ્યારે નાસડેક કંપોઝીટ 2.27 ટકા વધીને અંતે 18,188.59ના મથાળે બંધ રહ્યો હતો.
આ પણ વાંચોઃ આ IPO 28 માર્ચે ખુલશે, પ્રાઇસ બેન્ડ ₹79 છે, રોકાણ કરવા માટે તૈયાર થઈ જાઓ