નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતશે તો ઋષભ પંત ચાહકોને આપશે ઈનામ, લોકોને આ કામ કરવાનું કહ્યું
- જેવલીન થ્રો ઇવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ચોપરાએ 89.34 મીટરનો થ્રો કરીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું
નવી દિલ્હી, 7 ઓગસ્ટ: પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ 6 ઓગસ્ટના રોજ યોજાયેલી મેન્સ જેવલીન થ્રો ઇવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેના પ્રથમ થ્રો સાથે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. નીરજ ચોપરાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 89.34 મીટરનો થ્રો કર્યો હતો. હવે દરેકની નજર તેના ગોલ્ડ મેડલ પર રહેલી છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું નામ પણ સામેલ છે, જેણે નીરજ ચોપરાને સાવ અલગ રીતે સપોર્ટ કર્યો છે, જેમાં તેણે પોતાના ટ્વિટ દ્વારા પ્રશંસકો માટે ઈનામની જાહેરાત પણ કરી છે. ઋષભ પંતે ટ્વિટ કરી લોકોને આ કામ કરવા કહ્યું છે જે આ ઈનામ મેળવવાને હકદાર રહેશે.
If Neeraj chopra win a gold medal tomorrow. I will pay 100089 Rupees to lucky winner who likes the tweet and comment most . And for the rest top 10 people trying to get the atttention will get flight tickets . Let’s get support from india and outside the world for my brother
— Rishabh Pant (@RishabhPant17) August 7, 2024
નીરજ ગોલ્ડ જીતશે તો પંત ચાહકોને આટલા રૂપિયાનું ઈનામ આપશે
શ્રીલંકા પ્રવાસ પર રમાઈ રહેલી 3 મેચની વનડે સીરીઝમાં હાલમાં ટીમ ઈન્ડિયાની ટીમનો હિસ્સો રહેલા ઋષભ પંતે નીરજ ચોપરાના સમર્થનમાં ટ્વીટ કર્યું અને લખ્યું કે, જો નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતશે તો હું તેને 100,089 રૂપિયા આપીશ. જે ચાહક આ ટ્વીટ પર સૌથી વધુ લાઈક અને કોમેન્ટ કરે છે અને બાકીના ટોપ-10માં રહેનારા ફેન્સને ફ્લાઈટ ટિકિટ મળશે. ચાલો આપણે બધા મારા ભાઈ નીરજ ચોપરાને સમર્થન આપીએ.” ઉલ્લેખનીય છે કે, ઋષભ પંતને શ્રીલંકા સામેની ODI સીરિઝની બંને શરૂઆતી મેચોમાં હજુ સુધી પ્લેઈંગ 11માં જગ્યા મળી નથી અને તેની જગ્યાએ કે.એલ.રાહુલ મુખ્ય વિકેટકીપરની ભૂમિકા ભજવી રહ્યો છે.
8મી ઓગસ્ટે નીરજ ચોપરાની ગોલ્ડ મેડલ મેચ
ટોક્યો ઓલિમ્પિક 2020માં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકના ક્વોલિફિકેશન રાઉન્ડમાં અન્ય એથ્લેટ્સની સરખામણીમાં સૌથી દૂર જેવલીન થ્રો કર્યું હતું. નીરજ ફરીથી ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવા માટે 8 ઓગસ્ટે મેડલ ઈવેન્ટમાં ભાગ લેશે. આ રાઉન્ડ પછી ઓફિશિયલ બ્રોડકાસ્ટર સાથે વાત કરતાં નીરજે કહ્યું હતું કે,હું જે કરવા પેરિસ આવ્યો છું તે જ કરીશ. આ ક્ષણ મારી સાથે હંમેશ માટે રહેવાની છે અને મને લાગે છે કે, તે આવનારી પેઢીઓને પણ ઘણી પ્રેરણા આપશે.
આ પણ જૂઓ: વિનેશ ફોગાટ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા, જાણો ઓલિમ્પિકના 12મા દિવસનું ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ