ચેમ્પિયન્સ ટ્રોફી: મોહમ્મદ શમી જો ટીમમાંથી બહાર થઈ જાય તો કોણ લઈ શકે તેની જગ્યા, આ 3 ખેલાડીઓ પર રહેશે નજર


નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ માટે ટીમ ઈંડિયા ક્વાલિફાઈ કરી ચુકી છે. ટૂર્નામેન્ટમાં સૌથી પહેલા ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવી અને ત્યાર બાદ પાકિસ્તાનને હરાવી અંતિમ 4માં જગ્યા બનાવી લીધી છે. પણ આવનારી મોટી મેચ પહેલા ટીમ ઈંડિયા સામે એક મોટું ટેન્શન આવ્યું છે. હકીકતમાં જોઈએ તો, ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીને એંકલમાં ઈજા થવા લાગી છે અને આગળની મેચમાં તેમનું રમવાનું થોડું ડાઉટમાં છે. ત્યારે આવા સમયે એ જાણવું જરુરી છે કે, ટીમમાં કોણ એવા ત્રણ ખેલાડી છે, જે પ્લેઈંગ ઈલેવનમાં તેની જગ્યા લઈ શકે.
અર્શદીપ સિંહ બેસ્ટ ઓપ્શન
મોહમ્મદ શમી જો ન રમે તો ટીમમાં અર્શદીપ સિંહ જેવા ફાસ્ટ બોલરને સામેલ કરી શકે છે. અર્શદીપ હાલમાં ટીમમાં શમીના સૌથી બેસ્ટ લાઈક ટૂ લાઈક રિપ્લેસમેન્ટ છે. અર્શદીપ એક લેફ્ટ આર્મ પેસર છે અને તેની પાસે બોલને બંને તરફ સ્વિંગ કરવાની કળા છે. તેણે 9 વન ડે મેચ ટીમ ઈંડિયા માટે રમી છે અને આ દરમ્યાન 14 વિકેટ તેના ખાતામાં આવેલી છે. આ વાત ન ભૂલવી જોઈએ કે, અર્શદીપ ટી20માં ભારતનો સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ છે અને તેણે ઘણી વાર ટીમ ઈંડિયા માટે આ ફોર્મેટમાં બોલીંગની જવાબદારી ઉઠાવી છે.
વોશિંગટન સુંદરને પણ સિલેક્ટ કરી શકે છે
ટીમમાં વોશિંગટન સુંદર જેવા એક તગડો ઓલરાઉન્ડ પણ છે. સુંદર સ્પિન બોલર હોવાની સાથે સાથે એક શાનદર બેટ્સમેન પણ છે. ટીમ ઓઈંડિયા માટે 23 વન ડે મેચમાં સુંદર રમી ચુક્યો છે. તેને દરેક ફોર્મેટમાં સારો અનુભવ છે.મેનેજમેન્ટ તેને પણ ટીમમાં સામેલ કરી શકે છે. પણ તેમ છતાં ટીમ ઈંડિયા ફાસ્ટ બોલિંગ લાઈન અપ હર્ષિત રાણા અને હાર્દિક પંડ્યા પર નિર્ભર થઈ જશે.
વરુણ ચક્રવર્તી પણ રમી શકે
વરુણ ચક્રવર્તી પણ શમીની જગ્યાએ પ્લેઈંગ 11માં હોઈ શકે છે. જો કે વરુણ ચક્રવર્તી એક સ્પિન બોલર છે. પણ તે દુબઈની પિચ પર ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. હાલમાં જ ચક્રવર્તીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન ડેમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. તેણે ટી20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી સાબિત કરી દીધું છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીના સ્કાવ્ડમાં સામેલ કર્યો હતો. વરુણે 18 ટી 20 મેચમાં 33 વિકેટ લીધી છે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ફાયદાની વાત: વર્ષમાં બે વાર યોજાશે CBSE ધોરણ 10ની પરીક્ષા, 2026થી લાગૂ થશે આ નિયમ