ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

‘મોદી ફરી PM બનશે તો બાબરના બચ્ચાં-બચ્ચાં પણ જય શ્રી રામ બોલશે’, બીજેપી નેતાનું નિવેદન

Text To Speech
  • રાજસ્થાનમાં સંબોધન દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ કોંગ્રેસ પાર્ટી પર કર્યા પ્રહાર

રાજસ્થાન, 23 એપ્રિલ: રાજસ્થાનમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ ઉદયપુરના ભિંડર શહેરમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જે લોકોને ‘જય શ્રી રામ’ બોલવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમના માટે હું દાવો કરું છું કે મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી બાબરના બચ્ચાં-બચ્ચાં જય શ્રી રામ બોલશે.

અહીં જૂઓ વીડિયો:

 

સીપી જોશી મંગળવારે તેમના સંસદીય મતવિસ્તાર ચિત્તોડગઢના વલ્લભનગર વિધાનસભા ક્ષેત્રના ભિંડર શહેરમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રાજ્યના પ્રભારી અરુણ સિંહ અને મંત્રી ઝવેર સિંહ ખરા પણ ત્યાં હાજર હતા. પોતાના સંબોધન દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ કોંગ્રેસ પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સનાતનને ગાળો આપે છે. કોંગ્રેસ પાર્ટીએ ભગવાન રામના જન્મ પર સવાલ ઉઠાવ્યા અને તેમને કાલ્પનિક ગણાવ્યા. રામ નવમી અને નવા વર્ષ પર શોભાયાત્રાઓ સાથે ભગવાનના ધ્વજ પર પ્રતિબંધ લગાવ્યો. ત્યાર બાદ તેમણે લોકોને આગામી 26મીએ ભાજપને મત આપીને રામ વિરોધી વિચાર રાખનારનાને દફનાવવાની વાત કરી હતી.

અકબરને મહાન કહેનારાઓને પાઠ ભણાવીશું: CP જોશી

સીપી જોશીએ સામાન્ય જનતાને અકબરને મહાન ગણાવનારાઓને પાઠ ભણાવવા હાકલ કરી હતી. આ પ્રસંગે અરુણ સિંહે કહ્યું કે, ‘સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર ચાલી રહી છે. રાજસ્થાનની તમામ 25 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતશે.’ તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસે દેશને જાતિ અને ધર્મના આધારે વહેંચવાનું કામ કર્યું છે. જનતા ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીને પાઠ ભણાવશે.’

આ પણ વાંચો: ‘સૌથી વધુ મત મેળવનાર બૂથને 2 લાખ રૂપિયાનું ઈનામ’, ભાજપના નેતાએ કર્યું મોટું એલાન

Back to top button