ઘટે તો જિંદગી ઘટે પણ… સુરતમાં પોલીસની પ્લેટ લગાવી કારમાં કરી દારૂ પાર્ટી અને પછી…
સુરત, 20 સપ્ટેમ્બર, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી રોકટોક વગર પીવામાં આવતા હોય તેવા કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે ફરી આવો એક શરમજનક કિસ્સો સુરતમાં જોવા મળ્યો હતો. રાજ્યમાં દારૂબંધી હોવા છતા સુરતમાં દારૂબંધીના ધજાગરા થતો કિસ્સો સર્જાયો હતો. જેમાં પોલીસની નેમ પ્લેટવાળી ગાડીમાં દારૂ પીતા શખ્શો ઝડપાયા હતા. જે દરમિયાન સ્થાનિકોએ વીડિયો ચાલુ કરીને બંને વ્યક્તિઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. લોકોએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઇરલ કરતાં પોલીસે આ મામલે કારચાલક વિરૂદ્ધ બે ગુના નોંધી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યાના કિસ્સા સર્જાયા
સુરતમાં દારૂ પીવા માટે પીધેલાઓ અવનવા રસ્તા અપનાવતા હોય છે. ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનના હદ્દ વિસ્તારમાં આવતાં વાલક પાટિયા ખાતે કારમાં દારૂની મિજબાની માણતા બે દારૂડિયા ઝડપાયા હતાં. કારમાં દારૂ પીનારા આ બન્નેએ કારની આગળ પોલીસની પ્લેટ લગાવી હતી. સાથે જ કારમાં પણ નંબર પ્લેટ પણ નહોતી. સ્થાનિકોએ વીડિયો ઉતારતા અને પૂછપરછ કરતા બંને યુવકો ફરાર થયા હતા. ત્યારે આ ઘટનને લઇને સરથાણા પોલીસ સામે અનેક સવાલો ઉઠ્યા છે. પોલીસની બેદરકારીના કારણ સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યાના કિસ્સા સર્જાયા હતા.
લોકો સામે દારૂ પીને રોફ જમાનવનારા બન્નેએ રૂપિયાની પણ માંગ કરી હતી. જેથી લોકોએ આ બન્ને ઈસમોનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં એક નંબર પ્લેટ વિનાની બલેનો કાર જોવા મળી હતી. કારના ડેસબોર્ડ પર પોલીસ લખેલું પાટીયું જોવા મળ્યું હતું. ટોળાં દ્વારા આ કારમાં સવારે બે શખ્સને બહાર કાઢી કારની તપાસ લેવામાં આવતાં બિયર અને દારૂની બોટલ હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરવામાં આવી હતી. પીધલાઓમાંથી એક જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાદુર સાંબડ તરીકે બહાર આવ્યું હતું. આ બંને શખ્સ કારની લે-વેચ સાથે સંકળાયેલાં હતા. આ બન્ને આરોપી સ્થળ પરથી નાસી ગયાં હતાં. ત્યારબાદ વીડિયોના આધારે બન્નેને ઝડપી લેવામાં આવ્યા છે.પોલીસ તેમની વિરૂદ્ધ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં છેલ્લા બે માસમાં દારૂ પીને વાહન ચલાવવાના કેસનો આંકડો જાણી દંગ રહેશો