ગરમી છે, તો બપોરે ઓર્ડર ન કરો, Zomatoની પોસ્ટથી લોકો ભડક્યા
- ઝોમેટોએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મહેરબાની કરીને બપોરે ઓર્ડર કરવાથી બચો. ઝોમેટોની આ પોસ્ટ સોશિયલ મીડિયા યુઝર્સને બિલકુલ ગમી નથી. Zomatoની પોસ્ટથી યૂઝર્સ ભડક્યા છે
3 મે, નવી દિલ્હીઃ દેશમાં ભીષણ ગરમીથી લોકો બેહાલ થયા છે, અનેક જગ્યાએ ગરમીથી લોકો મૃત્યુ પામી રહ્યા છે. આટલી ગરમીમાં પણ ફૂડ ડિલીવરી બોય કામ કરી રહ્યા છે. લોકો પણ ખૂબ ઓનલાઈન ઓર્ડર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટો તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, Zomatoની પોસ્ટથી યૂઝર્સ ભડક્યા છે.
એક પોસ્ટમાં ઝોમેટોએ લોકોને આગ્રહ કર્યો છે કે બપોરના સમયે જરૂરી ન હોય તો ઓર્ડર ન કરો. ઝોમેટોએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મહેરબાની કરીને બપોરે ઓર્ડર કરવાથી બચો. ઝોમેટોની આ પોસ્ટ સોશિયલ મીડિયા યુઝર્સને બિલકુલ ગમી નથી. તેઓ આને લઈને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 1.10 મિલિયન વ્યૂઝ મળી ગયા છે. જ્યારે 972 લોકોએ કોમેન્ટ પણ કરી છે.
pls avoid ordering during peak afternoon unless absolutely necessary 🙏
— zomato (@zomato) June 2, 2024
સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે શું હવે બપોરનું જમવાનું પણ રાતે જમીએ? કેટલાક યૂઝર્સનું કહેવું છે કે જ્યારે ઓર્ડર કરવાની જ ના કહી રહ્યા છો તો આ એપ બેકાર છે, ડિલીટ કરીએ છીએ આને. એક અન્ય યૂઝરનું કહેવું છે કે જો તમને ખરેખર ડિલીવરી બોયની પડી છે તો તમે ઈન્સેન્ટિવ વધારો. તમે દરેક ઓર્ડર પર પહેલેથી જ પ્લેટફોર્મ ફીઝ લો છો.
આ પણ વાંચોઃ એક્ઝિટ પોલ પર પહેલીવાર સોનિયા ગાંધીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- બસ રાહ જુઓ…