- આ વર્ષે 49 ટકા ભારતીય-અમેરિકન નાગરિકો જો બાઇડનને મત આપે તેવી શક્યતા
- 30 ટકા ભારતીય-અમેરિકન નાગરિકો ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મત આપી શકે છે
વોશિંગટન, 11 જુલાઈ : અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં પ્રમુખ જો બાઇડન અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગાઢ સ્પર્ધા છે. બાઇડનના સમર્થનમાં ભારતીય-અમેરિકન સમર્થકોની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો હતો. દર બે વર્ષે હાથ ધરવામાં આવતા એશિયન-અમેરિકન વોટર સર્વે (AAVS) મુજબ 2020ની ચૂંટણી અને 2024ની ચૂંટણીમાં જો બાઇડનને ટેકો આપતા ભારતીય-અમેરિકન સમર્થકોમાં 19 ટકાનો ઘટાડો થયો છે.
ભારતીય-અમેરિકન સમર્થનમાં ઘટાડો
એશિયન એન્ડ પેસિફિક આઇલેન્ડર અમેરિકન વોટ (એપીઆઇવોટ), એએપીઆઇ ડેટા, એશિયન અમેરિકન્સ એડવાન્સિંગ જસ્ટિસ (એએજેસી) અને એએઆરપી દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, આ વર્ષે 49 ટકા ભારતીય-અમેરિકન નાગરિકો જો બાઇડનને મત આપે તેવી શક્યતા છે. 2020માં આ આંકડો 65 ટકા હતો. તે જ સમયે, સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 30 ટકા ભારતીય-અમેરિકન નાગરિકો ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મત આપી શકે છે.
આ પણ વાંચો : World Population Day : જુઓ વર્ષ 2050 સુધીમાં ભારતની વસ્તી કેટલી હશે?
ડોનાલ્ડ ટ્રમ્પને બે ટકાનો ફાયદો
સર્વેમાં જાણવા મળ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને બે ટકાનો ફાયદો થયો છે. કારણ કે 2020માં આ આંકડો 28 ટકા હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા બે દાયકામાં અમેરિકામાં એશિયન અમેરિકન મતદારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેમાં છેલ્લા ચાર વર્ષમાં 15 ટકાનો વધારો થયો છે. ભારતીય-અમેરિકન મતદારોની સંખ્યામાં ઘટાડો બાઇડન માટે ચિંતાનો વિષય બની શકે છે.
બાઇડનની તરફેણમાં 55 ટકા સમર્થન
સર્વે અનુસાર 55 ટકા ભારતીય-અમેરિકન મતદારો બાઇડનને સમર્થન આપે છે, જ્યારે માત્ર 38 ટકા લોકો ટ્રમ્પને સમર્થન આપે છે. આ સિવાય સધર્ન કેલિફોર્નિયાના ગવર્નર અને યુએસ એમ્બેસેડર નિક્કી હેલીને 33 ટકા ભારતીય-અમેરિકન સમુદાય પસંદ કરે છે. જોકે, 11 ટકા એવા છે જેમણે હેલીનું નામ પણ સાંભળ્યું નથી.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ અને સાયના નેહવાલ વચ્ચે બેડમિન્ટન કોર્ટમાં થઈ મેચ, જૂઓ વીડિયો