T20 વર્લ્ડકપટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IND vs SA ફાઈનલ વરસાદથી ધોવાઈ જશે તો કેવી રીતે નક્કી થશે વિજેતા, શું છે નિયમ? જાણો

Text To Speech
  • ભારતીય ટીમ છેલ્લા ઘણા ICC ફાઈનલમાં મળેલી હારની નિરાશાને આ વખતે ટ્રોફીમાં બદલવા માંગશે

બાર્બાડોસ, 29 જૂન: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ICC T20 વર્લ્ડ કપ ફાઈનલની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. ટુર્નામેન્ટના વિજેતાનું નામ આજે શનિવારે રાત્રે જ ખબર પડી જશે. આ મેચમાં સૌની નજર સાઉથ આફ્રિકાની ટીમ પર રહેશે કારણ કે તે પ્રથમ વખત ICC ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમ છેલ્લા ઘણા ICC ફાઈનલમાં મળેલી હારની નિરાશાને ટ્રોફીમાં બદલવા માંગશે. ત્યારે આ મેચ પર વરસાદની સંભાવના છે અને જો વરસાદના કારણે મેચ નહીં થાય તો વિજેતા કેવી રીતે નક્કી થશે, તે એક મોટો પ્રશ્ન રહેલો છે.

 

ભારતે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને બહારનો રસ્તો બતાવ્યો

ICC T20 વર્લ્ડ કપની ફાઈનલમાં આજે શનિવારે રાત્રે બાર્બડોસમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. રોહિત શર્માની કપ્તાનશીપ હેઠળની ભારતીય ટીમ ગયા વર્ષે ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારથી નિરાશ થઈ ગઈ હતી. આ પહેલા આ જ ટીમે તેને ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ હરાવી હતી. ત્યારે આ વખતે ભારતે સુપર 8મા જ ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું હતું, જ્યારે ઈંગ્લેન્ડને સેમિફાઈનલમાં બહારનો રસ્તો બતાવ્યો હતો. ગત વખતે આ ટીમે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતને હરાવ્યું હતું. જો સાઉથ આફ્રિકા અહીં જીતશે તો તે પ્રથમ વખત ICC ટ્રોફી પોતાના નામે કરશે.

જો મેચ રદ્દ થાય તો કોણ વિજેતા બનશે?

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજાનારી ICC T20 વર્લ્ડ કપની ફાઇનલમાં વધારાની 190 મિનિટ રાખવામાં આવી છે. જો આ મેચ આજે ન થઈ શકી તો તે રિઝર્વ ડે એટલે કે આવતીકાલે 30 જૂને રમાશે. ICCએ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. જો વરસાદના કારણે રિઝર્વ ડે પર પણ મેચ નહીં રમાઈ તો ટુર્નામેન્ટનો સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. જેનો અર્થ એ થયો કે, ભારત અને સાઉથ આફ્રિકા બંનેને T20 વર્લ્ડ કપના વિજેતા જાહેર કરવામાં આવશે. 2002 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, રિઝર્વ ડે પર મેચ યોજવામાં ન આવતાં શ્રીલંકા અને ભારત બંનેને ટ્રોફીના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ જુઓ: ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ! મહિલા ટેસ્ટમાં પ્રથમ વખત 600 રન બનાવ્યા

Back to top button