ટ્રેન્ડિંગમનોરંજન

અભિનેતા ન હોત તો કદાચ અંડરવર્લ્ડમાં હોત, મારો ગુસ્સો ખતરનાકઃ નાના પાટેકર

  • નાના પાટેકર પોતાના અભિનયની સાથે સાથે તેના ગુસ્સા માટે પણ પ્રખ્યાત છે. નાનાએ પોતે જ આ અંગે મૌન તોડ્યું છે અને કહ્યું કે તે કેટલો વાયલન્ટ છે

HD ન્યુઝ ડેસ્કઃ નાના પાટેકર પોતાના અભિનયની સાથે સાથે તેના ગુસ્સા માટે પણ પ્રખ્યાત છે. તાજેતરમાં જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે અભિનેતાએ એક ફેનને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. જો કે આ પછી નાનાએ કહ્યું કે તે ખોટો હતો અને તેણે આવી થપ્પડ ન મારવી જોઈતી હતી. નાનાએ આ રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવો એ કોઈ નવી વાત નથી. નાનાએ પોતે જ આ અંગે મૌન તોડ્યું છે અને કહ્યું કે તે કેટલો વાયલન્ટ છે. અભિનેતાએ કહ્યું કે તેનો ગુસ્સો એટલો વધી ગયો છે કે જો તે અભિનેતા ન હોત તો કદાચ અંડરવર્લ્ડમાં હોત.

નાનાને આવે છે ખૂબ ગુસ્સો

નાના પાટેકરે કહ્યું કે તેમનો ગુસ્સો ખૂબ જ ખરાબ છે, પરંતુ હંમેશા તે વાહિયાત વાતો પર ગુસ્સે થતા નથી. તેઓ ગુસ્સે ત્યારે થાય છે જ્યારે તેઓ કોઈને તેમનું કામ યોગ્ય રીતે કરતા નથી જોતા. નાના પાટેકરે કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના કામમાં 100 ટકા આપવા જોઈએ. જો તમારું 100 ટકા ઘ્યાન હશે તો જ ફિલ્મ સારી બનશે. તમારે ત્યાં સંપૂર્ણપણે હોવું જોઈએ. તમારે નામ જોઈએ છે, પ્રસિદ્ધિ જોઈએ છે, દરેક વ્યક્તિ તમારો ફોટો પાડે તેવું જોઈએ છે, તો એવું બધુ ફોગટમાં નહીં મળે. જો તે એક્સિડન્ટ છે તો એક્સિડન્ટ જ રહેશે, એક ફિલ્મમાં પ્રસિદ્ધિ મળશે. બીજી વાર કોઈ તમારી પાસે નહીં આવે.

અભિનેતા ન હોત તો કદાચ અંડરવર્લ્ડમાં હોત, મારો ગુસ્સો ખતરનાકઃ નાના પાટેકર hum dekhenge news

મને અયોગ્ય લાગશે તો હું કહીશ

નાના એ કહ્યું મને કામ માટે ખરાબ લાગશે તો હું ગમે તેને સંભળાવી દઈશ, ભલે પછી તે અનુભવી કલાકાર કેમ ન હોય. જો હું ખોટો હોઉં તો તેને પણ આવું કહેવાનો પૂરો અધિકાર છે. જો તે જુનિયર છે તો તે ઉંમરમાં જુનિયર છે. જુનિયર આર્ટિસ્ટ પણ રોલ પ્રમાણે જુનિયર છે, પરંતુ તે એક કલાકાર છે, તેને સમાન રીતે માન આપો. સંજોગોને કારણે તે જુનિયર છે. અમે પણ એક સમયે આ જ ભીડનો ભાગ હતા. જે વ્યક્તિ 50 વર્ષથી આ ઉદ્યોગમાં છે, અમારા જેવા જે લોકોએ આટલા વર્ષો આ ઈન્ડસ્ટ્રીમાં કાઢ્યા છે, અમારામાં કંઈક થોડુંક તો હશે ને. 50 વર્ષથી ઈન્ડસ્ટ્રી વાળા અમને સહન કરી રહ્યા છે.

એક્ટર ના હોત તો અંડરવર્લ્ડમાં હોત

નાનાએ આગળ કહ્યું કે જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે લોકો તેનાથી ડરતા હતા, હું ખૂબ જ હિંસક પ્રકારનો છું. મેં સાંભળતો નહી અને બહુ ઓછું બોલતો હતો. હું ત્યારે ખૂબ વાયલન્ટ હતો, આજે એટલો નથી. આજે જો કોઈ વ્યક્તિ તેની હદ પાર કરી લે તો મારો હાથ ઉઠી જાય છે. જોકે પહેલા હું આના કરતા પણ વધુ ગુસ્સાવાળો હતો. જો હું એક્ટર ન હોત તો અંડરવર્લ્ડમાં હોત. હું મજાક નથી કરી રહ્યો. હસવાની વાત પણ નથી. તે સાચું છે. જ્યારે મને આ કેમેરો મળ્યો ત્યારે હું એક્ટર બની ગયો. આ ગુસ્સો બહાર કાઢવાનું એક માધ્યમ છે. લોકો પાસે કઈ રીત છે? તેઓ તેમના ગુસ્સાને કેવી રીતે બહાર કાઢશે. તેથી જ જો હુલ્લડ થાય તો એક સાદો સીધો ગરીબ માણસ પણ પથ્થર ઉપાડીને મારે છે.

ઘણા કલાકારોને થપ્પડ મારી છે

નાના પાટેકરે વાતચીત દરમિયાન એમ પણ જણાવ્યું કે તે ઘણા કલાકારોને થપ્પડ મારી ચૂક્યો છે. તેણે કહ્યું મેં ઘણા લોકોને માર્યા છે, મને યાદ પણ નથી. ઝઘડા થતા હતા, એટલા માટે નહીં કે તે મારા કરતા સારું કરી રહ્યા છે, એટલે કે તેઓ સારું કામ નહોતા કરતા. નાના પાટેકર ટૂંક સમયમાં અનિલ શર્માની ફિલ્મ વનવાસમાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે ગદર ફિલ્મ ફેમ ઉત્કર્ષ શર્મા પણ છે. વનવાસ 20મી ડિસેમ્બરે રિલીઝ થશે. બનારસમાં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે એક ચાહકને થપ્પડ મારી હતી.

આ પણ વાંચોઃ કોમેડિયન સુનિલ પાલ બાદ હવે ગદર-2ના આ અભિનેતાનું અપહરણ, ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ Lookback 2024: બોલિવૂડના આ સિતારાઓએ દુનિયાને જ અલવિદા કહ્યું!

Back to top button