ટોપ ન્યૂઝનેશનલ

‘જો હું અહીં મરી જઈશ, તો શું તમે લોકો મારી દીકરીને બચાવશો…!’: બાંગ્લાદેશની એક હિન્દુ મહિલાની વિનંતી

નવી દિલ્હી, 07 ઓગસ્ટ : બાંગ્લાદેશમાં શેખ હસીનાએ દેશ છોડતાની સાથે જ દેશમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સાંપ્રદાયિક હુમલાના અહેવાલો વચ્ચે એક હિન્દુ મહિલાએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી. બાંગ્લાદેશના પંચગઢની મહિલાએ વોટ્સએપ પર બંગાળીમાં પોતાની પોતાની દર્દભરી આપવીતી જણાવી હતી. જે આ પ્રમાણે છે.

મહિલાએ જણાવ્યું હતું કે, હું કે પરિવારનો કોઈ સભ્ય છેલ્લા એક અઠવાડિયાથી બહાર ગયા નથી. રસોડામાં સામાન ખતમ થઈ ગયો છે. મીઠું નાખી ભાત બનાવી બપોરે ખાઈએ છીએ, જેથી રાત્રે ભૂખ ના લાગે, પછી પુરુષો ચોંકી પહેરો કરે છે, પછી અમે મહિલા પણ મોડી રાત્રે ચોકી કરવા જાગી જઈએ છીએ. મારી દીકરી ભારતમાં સિલીગુડીમાં છે, તે સતત ફોન પર રડે છે પણ અમે તેને સાંત્વના આપીએ છીએ. પરંતુ લાચાર છીએ. પરંતુ એક શાંતિ છે કે, તે સહી સલામત અને જીવંત છે.

બાંગ્લાદેશમાં રાજકીય ભૂકંપની અસર માત્ર સંસદ પર જ નથી પડી, આ આગ સામાન્ય ઘરોને પણ સળગાવી રહી છે. હિન્દુ લઘુમતી સોફ્ટ ટાર્ગેટ છે. ઘરો અને દુકાનો સળગાવવામાં આવી રહી છે. મંદિરો તોડવામાં આવી રહ્યા છે. જ્યાં હિંદુઓની વસ્તી છે તે વસાહતો પર ટોળાં હુમલો કરી રહ્યાં છે. અહેવાલો અનુસાર, આવા 27 જિલ્લા છે જ્યાં લઘુમતીઓ આ બધાનો સામનો કરી રહ્યા છે. પરંતુ મહિલાઓની હાલત સૌથી ખરાબ છે.

મહિલા વધુમાં જણાવે છે કે, જે જમીનને પોતાનું વતન માની રહ્યા, ત્યાં જ હવે ઘરવખરીની માફક લૂંટાઈ રહ્યા છીએ. નોઆખલીમાં, જ્યાં મારુ પિયર છે, લૂંટ પછી ઘણા ઘરોમાંથી છોકરીઓ પણ ગુમ થઈ ગઈ.

વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો ત્યારથી એવી અફવાઓ ફેલાઈ હતી કે કંઈક થવાનું છે. હું ગામમાં મારું ઘર છોડીને શહેરમાં ભાડાના મકાનમાં રહું છું. મકાનમાલિક પણ હિંદુ છે. તેઓ રસોડામાં જરૂરી વસ્તુઓ અને દવાઓ પુષ્કળ પ્રમાણમાં લાવી રહ્યા હતા. મારા પતિને વસ્તુઓનો સ્ટોક કરવાનું પણ કહ્યું. વાતાવરણ બદલાવાનું છે. અમે સાંભળ્યું અને અવગણ્યું. એ જ લોકો અમને બે દિવસથી ચોખા આપી રહ્યા છે. મીઠું નાખી ભાત બનાવી એકવાર ખાઈ ગુજારો કરી રહ્યા છીએ. પીવાના પાણીનો પુરવઠો બંધ થઈ ગયો છે. પાણીને ગાળીને કે ઉકાળીને પીવા મજબૂર છીએ.

તમને ક્યારે ખ્યાલ આવ્યો કે પરિસ્થિતિ બગડી રહી છે?

એક અઠવાડિયાથી ડર હતો. દૂર-દૂરના વિસ્તારોમાં છૂટાછવાયા હુમલા થવા લાગ્યા હતા, ક્યાંક લૂંટફાટ પણ થવા લાગી, પરંતુ અમારા દેશમાં આ બધુ સામાન્ય છે. બુધિગંગા નદીની જેમ ઢાકાનું હૃદય પણ બદલાતું રહે છે. અમે ધીરજ રાખી હતી. ત્રણ દિવસ પહેલા ફોન આવ્યો કે મારા બાબા (પિતા)ની દવાની દુકાન લૂંટીને સળગાવી દેવામાં આવી છે. બાબા પોતે ફોન પર રડતાં હતા. તેઓ કહેતા હતા કે તેમને આ તેમની દેશભક્તિના બદલામાં ઈનામ મળ્યું છે. તેઓ વારંવાર અમને સમયસર ભાગી જવાનું કહેતા હતા.

બાબા બહુ પ્રામાણિક હતા. ક્યારેય ખોટી કિંમત ન વસુલતા હતા. મુસ્લિમ કોલોનીની વચ્ચે તેમની દુકાન હતી. અડધી રાત્રે પણ કોઈને જરૂર પડે તો તે દુકાન ખોલીને દવા આપતા હતા. હવે તેમની પાસે કશું જ બચ્યું નથી. હું ઈચ્છવા છતાં પણ તેમને સાંત્વના આપવા જઈ શક્તી નથી. હવે તે ફોન પર વાત પણ નથી કરતાં.

ઘણા ઘરોની એક જ વાર્તા છે. ચિહ્નો લગાવ્યા બાદ ઘરો લૂંટાયા હતા. મારા એક સંબંધીના ઘરમાં આગ લાગી હતી. ત્યાં ઘણી ગાયો અને વાછરડાં હતાં. તોફાનીઓ તેમને ખોલીને લઈ ગયા. સામાનની સાથે છોકરીઓની પણ લૂંટ થઈ રહી છે. પરિવારજનો ધ્રૂસકે ધ્રુસકે રડી રહ્યા છે પરંતુ પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યા છે. પરંતુ બધું તેમનું છે. પોલીસ પણ. છોકરી લઈ ગયા છે, કોણ જાણે કાલે પાછી ફરશે કે કેમ, તેમનું મન ભરાઈ જાય અને છોડી મૂકે તો ખબર નથી.

बांग्लादेश से अल्पसंख्यकों पर हिंसा की खबरें आ रही हैं. (Photo- AFP)

શું તમે જાણો છો તે કોઈની સાથે આવું થયું છે?

લાંબા મૌન પછી, જવાબ આવે છે – તેમની નજર અમારા મોબાઇલ ફોન પર છે. બહુ કહી શકતી નથી. મારુ હ્રદય ભરાઈ આવે છે. બસ આટલું સમજો. હું પોતે એક વકીલ હતી. પરંતુ જ્યારે પણ હું કોર્ટમાં જતી, ત્યારે સાડીની ઉપર બુરખો પહેરતી હતી. એક વર્ષ પછી પણ કોઈએ પોતાનો કેસ ન આપ્યો, ટેબલ પર આવતા અને એક નજર નાખી ચાલ્યા જતાં. પછી એક કંપનીમાં જોડાઇ. આ બધી વાતો જ્યારે દેશમાં શાંતિ હતી ત્યારની છે. હવે, જો તે જીવિત બચી જઈશ તો પણ ક્યારેય કામ કરી શકીશ નહીં. થોડા વર્ષો રાહ જુઓ, અમારા દેશમાંથી પણ અફઘાનિસ્તાન જેવા સમાચાર આવશે. ડોક્ટર-વકીલ મહિલાઓ દિવસ-રાત ભોજન બનાવતી જોવા મળશે.

ફોન પર મહિલાએ ઘણા બધા વીડિયો અને તસવીરો મોકલી છે. હૃદયદ્રાવક લોહીથી લથપથ લાશોના ફોટા, રક્ષણ માટે ચીસો માટે લોકો, ભડભડ સળગતા ઘરના અનેક વીડિયો મહિલાએ મોકલ્યા છે. પૂજાના પુસ્તકો બાળી નાખ્યા. પૂછવા પર તે કહે છે- આ પંચગઢના લોકો છે. ભારત જવા માટે બોર્ડર પર પહોંચવા માંગે છે. લગભગ 2 હજાર લોકો હશે.

દરેક વ્યક્તિ ભારત જવા માંગે છે… જો મને તક મળે તો હું પણ. થોડા ખચકાટ સાથે જણાવે છે કે, – દીકરી સિલીગુડીમાં ભણે છે. અમે તેના એડમિશન માટે ભારત આવ્યા હતા. પ્રથમ વખત મને આશ્ચર્ય થયું કે શા માટે અમારા પૂર્વજો ત્યાં ન વસ્યા?

bangladesh crisis after sheikh hasina resigns situation of minority women photo Reuters

તમારી દીકરી વિશે કંઈક કહો?

બહુ કહી શકતી નથી. તે અભ્યાસ કરી રહી છે. તે થોડા દિવસ પહેલા ઘરે આવવાની હતી. પરંતુ મે ના પાડી, કહ્યું, પૂજા પર આવજે, હવે એવું લાગે છે કે અમે ક્યારેય મળી શકીશું નહીં.

લોકોના ઘરો પર હુમલા થઈ રહ્યા છે, રસ્તા પર ચાલતી વખતે હિંદુઓને તલવારોથી કાપવામાં આવે છે, કોઈ કેમ બચાવતું નથી. હા. પરંતુ સામાન્ય મુસલમાન પોતે જ ચિંતિત છે કે તેમના દેશનું શું થશે. તેમને ડર છે કે બાંગ્લાદેશ પણ પાકિસ્તાન કે અફઘાનિસ્તાન બની શકે છે. ઘણા સારા લોકો ઈચ્છવા છતાં પણ મદદ કરી શકતા નથી. તેમને ડર છે કે જો તેઓ અમને મદદ કરશે તો તેઓ પોતે જ ઘેરાઈ જશે.

'જો હું અહીં મરી જઈશ, તો શું તમે લોકો મારી દીકરીને બચાવશો...!': બાંગ્લાદેશની એક હિન્દુ મહિલાની વિનંતી
‘જો હું અહીં મરી જઈશ, તો શું તમે લોકો મારી દીકરીને બચાવશો…!’: બાંગ્લાદેશની એક હિન્દુ મહિલાની વિનંતી

અમે રાત્રિના સમયે ચોકી પહેરો ભરી છીએ. પુરુષો ઘરની બહાર શેરીમાં અને અમે ઘરોની અંદર. આખો દિવસ વીજળી ગુલ થવા લાગી છે. તેઓ રાત્રે દીવા અને ટોર્ચ પર આધાર રાખે છે. ગઈકાલે રાત્રે જ 50 લોકોનું ટોળું અમારા સ્થાનિક મંદિરને તોડવા આવ્યું હતું. અમારા લોકો વધુ હતા. તેમને ભગાડી મૂક્યા હતા. પરંતુ કેટલા સમય માટે, મને ખબર નથી.

વાતચીતમાં છેલ્લે મહિલા કહે છે – જો હું અહીં મરી જઈશ, તો શું તમે લોકો મારી દીકરીને બચાવશો…!

આ પણ જૂઓ: #Heartbreaking વિનેશ ઓલિમ્પિકમાંથી બહાર થતા રડ્યાં કરોડો દિલ, સોશિયલ મીડિયા પર લોકોનું દુ:ખ છલકાયું

Back to top button