ટ્રેન્ડિંગધર્મ

ગૃહ ક્લેશ વધી રહ્યા હોય તો અપનાવો આ પાંચ વાસ્તુ ટિપ્સ

Text To Speech
  • ઘરગથ્થુ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે વાસ્તુમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. ઘરમાં સકારાત્મકતા અને ખુશી વધારવા માટે કેટલીક વાસ્તુ ટિપ્સ અસરકારક માનવામાં આવે છે

વાસ્તુ અનુસાર ઘરમાં કેટલીક નાની ભૂલો વાસ્તુ દોષનું કારણ બને છે. જેના કારણે ઘરની નકારાત્મકતા વધે છે. પરિવારના સભ્યોને જીવનમાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે અને સફળતાના માર્ગમાં તકલીફો આવતી રહે છે. આ સિવાય ઘરની વસ્તુઓને નુકસાન થવાના કારણે વ્યક્તિને આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. ઘરગથ્થુ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે વાસ્તુમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. ઘરમાં સકારાત્મકતા અને ખુશી વધારવા માટે કેટલીક વાસ્તુ ટિપ્સ અસરકારક માનવામાં આવે છે. જાણો વાસ્તુના આ સરળ ઉપાયો વિશે.

ગૃહ ક્લેશ વધી રહ્યા હોય તો અપનાવો આ પાંચ વાસ્તુ ટિપ્સ hum dekhenge news

વાસ્તુ સુધારી લો

વાસ્તુ અનુસાર ઘરના અગ્નિ ખૂણા, નૈઋત્ય ખૂણા, વાયવ્ય ખૂણા અને ઈશાન ખૂણાનું વાસ્તુ યોગ્ય હોવું જોઈએ. જો જે તે ખૂણાનું વાસ્તુ યોગ્ય ન હોય તો તકલીફ થઈ શકે છે

ઘરનો રંગ

વાસ્તુ અનુસાર ઘરની સુખ-શાંતિ માટે ઘરને વધુ પડતા ડાર્ક કલરથી ન રંગો. ઘરની અંદર અને બહાર વ્હાઈટ કે ઓફવ્હાઈટ કલરનો હળવો કલર કરો. હળવો ગુલાબી રંગ પણ ઘર માટે લકી માનવામાં આવે છે.

કિચન વાસ્તુ

એવું માનવામાં આવે છે કે રના ઈશાન કોણ, પૂર્વ અને દક્ષિણ દિશામાં કિચન ન હોવું જોઈએ. તેનાથી ઘરમાં ઘરકંકાસની સ્થિતિ ઉભી થાય છે.

બેડરૂમ વાસ્તુ

વાસ્તુ અનુસાર બેડરૂમમાં પાણી સંબંધિત તસવીરો ન લગાવવી જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. આ સિવાય જો બેડરૂમ અગ્નિ કોણમાં હોય તો પૂર્વની દિવાલ પર શાંત સમુદ્રનું ચિત્ર લગાવી શકો છો.

ડ્રોઈંગ રૂમનું વાસ્તુ

ઘરની સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી માટે ડ્રોઈંગ રૂમમાં પરિવારની એવી તસવીર લગાવો, જેમાં આખો પરિવાર હસતો હોય.

આ પણ વાંચોઃ રક્ષાબંધનના દિવસે આ મુહૂર્તમાં બાંધો રાખડી, ભદ્રા-પંચકનું ન લેશો ટેન્શન

Back to top button