આબુરોડમાં રસ્તો ભૂલી ગયેલા ડીસાના પરિવાર ઉપર હુમલો કરી લૂંટ આચરાઈ છે. પરિવાર માઉન્ટ વેલીમાં પોતાના ફાર્મ હાઉસે જતો હતો ત્યારે આ ઘટના બની છે. જેમાં રૂ.50 હજારની રોકડ, દાગીના, મોબાઈલ લઈ 10 શખ્સ ફરાર થયા છે. તેમજ વેપારી શિરોહી હાઇવે પર માઉન્ટ વેલીમાં પોતાનું ફાર્મ હાઉસ ધરાવે છે.
આ પણ વાંચો: નડિયાદ: બીજીવાર વીજ ચોરીમાં પકડાતા યુવાનને રૂ.99.51 લાખનો દંડ
માઉન્ટ આબુ ફાર્મ હાઉસ પર જતા ભૂલથી અજાણા રસ્તે ચઢી ગયો
ડીસાના વેપારી પરિવાર માઉન્ટ આબુ ફાર્મ હાઉસ પર જતા ભૂલથી અજાણા રસ્તે ચઢી જતા કેટલાક શખ્સોએ ગાડી નો પીછો કરી હુમલો કરી માર મારી લૂંટ કરી હોવાની ફરિયાદ વેપારીએ આબુરોડ પોલીસ સ્ટેશનને નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે, ડીસાના એલડી પાર્ક સોસાયટીમાં રહેતા જયેશકુમાર જમનાલાલ ઠક્કર આબુરોડ ખાતે શિરોહી હાઇવે પર માઉન્ટ વેલીમાં પોતાનું ફાર્મ હાઉસ ધરાવે છે.
આ પણ વાંચો: અમદાવાદ નોકરી કરતો અડાલજનો યુવાન કોરોના સંક્રમિત, શહેરમાંથી ચેપ લાગ્યો
અજાણ્યા 10 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ
હોળી ધુળેટીની રજામાં તેઓના બહેન ફાર્મ હાઉસમાં રોકાયા હોઈ તેઓ ગઈકાલે પરિવાર સાથે બહેનને મળવા માટે જતા હતા. આ દરમિયાન આબુરોડ હાઇવે પર આબુ ઢાબા નજીક ચા નાસ્તો કરવા રોકાયા બાદ તેઓ ભૂલથી અજાણ્યા રસ્તે જતા પાછળથી એક ગાડીમાં આવેલા શખ્સોએ તેઓની ગાડી રોકાવી હુમલો કરી તેમને માર મારી તેમના પરિવારના સભ્યોને પણ માર મારી રૂપિયા 50,000થી વધુની રોકડ રકમ, સોનાની ચેન અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ જતાં અજાણ્યા 10 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે.