ઉત્તર ગુજરાતગુજરાત

લોકસભાની ચૂંટણીમાં પંજાબ-ચંદીગઢ સહિત ગુજરાતની જવાબદારી મળશે તો નિભાવવા તૈયારઃ વિજય રૂપાણી

Text To Speech

અંબાજી, 21 ડિસેમ્બર 2023, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે અંબાજી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. દર્શન કર્યા બાદ તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, 2024ની ચૂંટણીમાં પાર્ટી દ્વારા પંજાબ-ચંદીગઢની જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત જો પક્ષ દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રની જે પણ જવાબદારી આપવામાં આવશે તે નિભાવવા માટે હું તૈયાર છું. તેમણે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને તેવી પ્રાર્થના કરી હતી.

ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઈ રક્ષા કવચ બંધાવ્યું
બુધવારે રાત્રે વિજય રૂપાણી પરિવાર સાથે માં અંબાના દર્શન માટે અંબાજી સર્કિટ હાઉસ આવ્યા હતા અને આજે સવારે તેમણે માતાજીના દર્શન કર્યા હતાં. મંદિર ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમણે સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ હવન શાળામાં ધજાનુ પૂજન કરીને મંદિરના શિખર પર ધજા અર્પણ કરી હતી.બાદમાં માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને રક્ષા કવચ બંધાવ્યું હતું.

મોદી ત્રીજી વાર વડાપ્રધાન બને તે માટે પ્રાર્થના કરી
વિજય રૂપાણીએ લોકસભા ચૂંટણીમાં જવાબદારી અંગે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે,2024ની ચૂંટણીમાં તો મારી જવાબદારી પંજાબ અને ચંદીગઢની છે. આ ઉપરાંત ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમા જે કંઈ પણ કામગીરી સોંપવામાં આવશે તે કરવા હું તૈયાર છું. 3 રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. છેલ્લા 10 વર્ષથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ કરી રહ્યો છે. ત્યારે હજુ વધુ 5 વર્ષ નરેન્દ્ર મોદીને દેશને વિશ્વ ગુરુ બનાવવા માટેની કામગીરી કરવાની તક મળે તે માટે મા અંબા પાસે પ્રાથના કરી છે.

આ પણ વાંચોઃ શું કોંગ્રેસની વધુ એક વિકેટ પડશે? પાટણના MLA કિરીટ પટેલે કહ્યું, માંગ નહીં સંતોષાય તો રાજીનામું આપીશ

Back to top button