જો જો ગરમીમાં ડાયાબિટીસ વધી ન જાયઃ આ ટિપ્સ કરજો ફોલો
- ડાયાબિટીસથી પીડાતા લોકો માટે દરેક સીઝન પડકારોથી ભરેલી
- જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમને પરસેવો વધુ થાય છે
- ડાયાબિટીસના પેશન્ટ ડિહાઇડ્રેશનનો શિકાર થઇ શકે છે
ડાયાબિટીસ એક કોમન સમસ્યા છે. આ પરેશાનીથી પીડાતા લોકોને ગમે ત્યારે ભુખ તરસ લાગે છે. તેથી તેમણે યોગ્ય ડાયેટ લેવું જોઇએ. ડાયાબિટીસના બે પ્રકાર છે. ટાઇપ-1 અને ટાઇપ-2. આ બિમારીથી પીડાતા લોકો માટે દરેક સીઝન પડકારોથી ભરેલી હોય છે. જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમને પરસેવો વધુ થાય છે.
હાઇ શુગરનું લેવલ હોવાના કારણે વારંવાર બાથરૂમ પણ જવુ પડે છે. આ કારણે ડાયાબિટીસના પેશન્ટ ડિહાઇડ્રેશનનો શિકાર થઇ જાય છે. એક્સપર્ટ્સની વાત માનીએ તો ગરમીઓમાં ડાયાબિટીસને મેનેજ કરવો અત્યંત જરૂરી છે. અહીં નિષ્ણાતો તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છે તે ફોલો કરશો તો તમે ગરમીમાં ડાયાબિટીસની સમસ્યાથી બચી શકશો.
એક્ટિવ રહો
ગરમીઓમાં ડાયાબિટીસ મેનેજ કરવા માટે એક્ટિવ રહેવુ જરુરી છે. આ માટે સૌથી બેસ્ટ છે સવાર સાંજ 30 મિનિટ ચાલો. આ ઉપરાંત જમવાના 1થી 3 કલાક બાદ ચાલવુ સૌથી ઉત્તમ સમય છે.
ફાઇબર વાળી વસ્તુઓ ખાવ
ડાયાબિટીસના દર્દીઓએ હાઇ ફાઇબર ડાયેટ લેવુ અત્યંત જરુરી છે. જે વસ્તુઓમાં ફાઇબર હોય છે તે પાચનને સ્લો કરે છે અને બ્લડ શુગરના સ્પાઇક્સને રોકે છે. આવી વસ્તુઓ ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ફાઇબર વાળી વસ્તુઓમાં સાબુત અનાજ જેમકે ઓટ્સ, બ્રાઉન રાઇસ, સાબુત અનાજ, ફળ, સિડ્સ , સુકો મેવો, શાકભાજી સામેલ છે.
મીઠા જ્યુસ પીવાથી બચો
ગરમીની સીઝનમાં ફ્રેશ ફીલ કરવા માટે લોકો ફ્રેશ જ્યુસ, સ્મુધી પીવાનું પસંદ કરે છે. ડાયાબિટીસના પેશન્ટ માટે આ હાનિકારક છે. જ્યુસમાં ફાઇબર હોતા નથી. તે ગ્લુકોઝનું લેવલ ઝડપથી વધારી શકે છે.
હાઇડ્રેટેડ રહો
શરીરમાં એકસ્ટ્રા ગ્લુકોઝ કાઢવામાં મદદ કરનારી કિડનીએ વધુ યુરિન બનાવવાની જરૂર હોય છે. પીવાનુ પાણી તમારા લોહીમાં શર્કરાના લેવલને ઘટાડવામાં મદદ કરે છે. આવા સંજોગોમાં ગરમી દરમિયાન ભરપુર માત્રામાં પાણી અને હાઇડ્રેટેડ રાખતી વસ્તુઓ ખાવ.
આ પણ વાંચોઃ ગુજરાતના ત્રણ સપૂતોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા, જાણો કોણ છે તે હસ્તીઓ