બાળકોને ભુલથી પણ આ વસ્તુઓ ખાવા આપી, તો લગાવવા પડશે ડોક્ટરના ચક્કર
દરેક માતા-પિતા પોતાના બાળકોની જીદને પુરી કરવા ઇચ્છે છે. જો ખાણીપીણીની વાત હોય તો આજના સમયમાં સામાન્ય રીતે બાળકોને ના પાડવામાં આવતી નથી. મોટાભાગના બાળકોને જંકફુડ, કેક-પેસ્ટ્રી, પિત્ઝા, બર્ગર જેવી વસ્તુઓ વધુ પસંદ પડતી હોય છે. જો બાળકોને સતત જમવામાં આવી વસ્તુઓ આપવામાં આવશે તો તેમને તેની આદત પડી જશે અને બાળકો હેલ્ધી વસ્તુઓ ખાવાથી દુર ભાગશે.
માર્કેટમાં મળતા જંકફુડ કે પેકેટ ફુડ્સમાં પોષક તત્વો નહીંવત હોય છે. તેના વધુ પડતા સેવનથી નુકશાન થઇ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે બાળકોના ગ્રોથ માટે બાળપણમાં જ તેમને હેલ્ધી વસ્તુઓ ખાવાની આદત પાડવી જોઇએ. એક સારા ડાયેટથી જ બાળકોની મેમરી અને ઇમ્યુનિટી મજબુત થાય છે અને બાળકો વારંવાર બિમાર પડતા નથી. તેમનો યોગ્ય વિકાસ પણ થાય છે.
આ વસ્તુઓથી બાળકોને બને તો દુર જ રાખજો
વ્હાઇટ બ્રેડ
વ્હાઇટ બ્રેડ બનાવવામાં મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે તેમાં અનેક પ્રકારના પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. સાથે સાથે બ્રેડમાં મીઠુ અને સોડિયમનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તેથી બ્રેડનુ વધુ પડતુ સેવન કરવાથી બાળકોને ખંજવાળ, એલર્જી, સ્કિન પર રેશિસની સમસ્યાઓ થાય છે.
શુગરી વસ્તુઓ
માર્કેટમાં મળતાં પીણાંમાં શુગરની માત્રા ખુબ જ વધુ હોય છે. તેનાંથી બાળકોમાં મેદસ્વીતા અને હાર્ટ સંબંધિત બિમારીઓનો ખતરો ખુબ જ વધી જાય છે. શુગરી વસ્તુઓના વધુ પડતા સેવનથી દાંતમાં દુખાવો અને હાડકામાં નબળાઇ આવી શકે છે. આવા સમયે જરૂરી છે કે બાળકોના ડાયેટમાંથી એડેડ શુગર વાળી વસ્તુઓને હટાવો. જો તમારા બાળકો કંઇક મીઠુ ખાવા ઇચ્છતા હોય તો તેને ફળો કે ડ્રાયફ્રુટ્સ આપી શકો છો.
ફ્રુટ્સ અને દહીં
ફ્રુટ્સ અને દહીં બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ભુલથી પણ આ બંને વસ્તુ બાળકોને એક સાથે ન ખવડાવો. આ બંને વસ્તુ એક સાથે ખાવાથી કેટલાય પ્રકારના ટોક્સિન્સ રીલીઝ થાય છે. જે બાળકોના આંતરડાને નુકશાન પહોંચાડી શકે છે. બાળકોને દહીં ખવડાવ્યાના થોડા સમય બાદ ફ્રુટ ખવડાવો.
કાચુ દુધ અને પનીર
કાચા દુધ અને પનીરમાં હાનિકારક બેક્ટેરિયા હોય છએ. તેનાથી બાળકોને ખતરનાક ઇન્ફેક્શન થઇ શકે છે. આ ઉપરાંત બાળકોના આંતરડાને પણ નુકશાન પહોંચાડી શકે છે. તેથી જરૂરી છે કે બાળકોને કાચુ દુધ અને કાચુ પનીર આપવાથી બચો
ચિપ્સ અને ક્રેકર્સ
ચિપ્સ અને ક્રેકર્સમાં મીઠાંની માત્રા વધુ હોય છે. નાની ઉંમરમાં વધુ મીઠાંવાળી વસ્તુઓના સેવનથી બાળકોની કીડનીને નુકશાન થાય છે. આ ઉપરાંત પેક્ડ અને પ્રોસેસ્ડ ફુડ્સ જેમ કે સોસ, ચિપ્સ, કુરકુરે અને અથાણાં જેવી વસ્તુઓ બાળકોને નિયમિત રીતે આપવાથી બચો.
બિસ્કીટ-કેક-ચોકલેટ
આ બધી વસ્તુઓ બાળકોને આપતા પહેલા માતા-પિતા વિચારતા નથી કે આ બધી વસ્તુઓ કેવી રીતે તેમના આરોગ્ય માટે હાનિકારક થઇ શકે છે. આ બધી વસ્તુઓના સેવનથી બાળકોમાં મેદસ્વીતા, ડાયાબિટીસ અને હ્રદય સંબંધિત બિમારીઓનો ખતરો રહે છે.
કેફીન
બાળકોને ચા-કોફીનુ સેવન કરતા જોઇને બાળકો પણ તે વસ્તુઓની જીદ કરવા લાગે છે. ચા અને કોફીમાં કેફીનની માત્રા વધુ હોય છે. કેફીનના કારણે હાર્ટ રેટ અને એન્ગ્ઝાઇટી વધી જાય છે. કેફીનના કારણે કેલ્શિયમના શોષણમાં પણ સમસ્યાઓ થાય છે. બાળકોને પુરતુ કેલ્શિયમ મળી શકતુ નથી, તેથી આવી વસ્તુઓથી બાળકોને દુર જ રાખો