ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ભાજપે કામ કર્યું હોત તો કેન્દ્રના નેતાઓએ સભાઓ ના કરવી પડે: કોંગ્રેસ નેતા

Text To Speech

ગુજરાતમાં કોંગ્રેસનો 125 બેઠકો જીતવાનો દાવો છે. જેમાં દિલ્હીથી ગુજરાત કોંગ્રેસના નેતાઓની પ્રેસ કોન્ફરન્સમાં દાવો કરવામાં આવ્યો છે. તેમાં લાભ પાંચમ
બાદ પ્રિયંકા ગાંધી પ્રચાર માટે ગુજરાતમાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રીએ હજારો અસરગ્રસ્તોના લાભ માટે જનહિતકારી નિર્ણય લીધો

સૌથી વધુ બેઠકો જીતવા માટે તૈયાર થઈ ગયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તે પહેલાં તમામ રાજકીય પક્ષો સૌથી વધુ બેઠકો જીતવા માટે તૈયાર થઈ ગયા છે. આ વર્ષે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવનારી આમ આમદી પાર્ટીએ તો અનેક વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે. ત્યારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના ‘કિંગમેકર’ની ભુમિકામાં આવ્યા PM મોદીના જુના સાથી

કેન્દ્રના નેતાઓને આવી રીતે સભાઓ ના કરવી પડે

કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારા નેતા અનંત પટેલ આદિવાસી અધિકારીઓ માટે લડત આપી રહ્યા છે. આંદોલન પાછુ ખેંચવા ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ અનંત પટેલ પર હુમલો કરાવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક શહેરમાં ફરી રહ્યા છે. જોભાજપે કામ કર્યુ હોત તો કેન્દ્રના નેતાઓને આવી રીતે સભાઓ ના કરવી પડે.

Back to top button