ટ્રેન્ડિંગનેશનલ

હવેથી આવી કોઈ PIL આવશે તો…: CJI ચંદ્રચુડે વકીલને ઠપકા સાથે ચેતવણી આપી દીધી, જાણો કારણ

Text To Speech
  • CJIએ વકીલને પૂછ્યું કે, આખરે અમારે આ અરજી પર શા માટે સુનાવણી કરવી જોઈએ

નવી દિલ્હી, 15 જુલાઇ: સુપ્રીમ કોર્ટમાં ઘણીવાર કોઈને કોઈ રસપ્રદ મામલો બહાર આવે છે. આજે સોમવારે પણ આવો જ એક મામલો કોર્ટમાં આવ્યો હતો, જેના પર ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે ચેતવણી આપી હતી. CJIએ વકીલને કહ્યું કે, જો આગલી વખતે આવી PIL આવશે તો તેઓ કાર્યવાહી કરશે. હકીકતમાં, એક વકીલે PIL દાખલ કરી હતી, જેના પર CJIએ વકીલને પૂછ્યું કે, આખરે અમારે આના પર શા માટે સુનાવણી કરવી જોઈએ. તે અહીં જ અટકયા નહીં, પરંતુ તેમણે આગળ કહ્યું કે, તમે દર અઠવાડિયે કોઈને કોઈ PIL લઈને આવો છો. સરકારે જે કરવું હશે તે કરશે. આ પછી ચીફ જસ્ટિસે આ PIL ફગાવી દીધી હતી.

 

CJI ચંદ્રચૂડ વકીલ પર થઈ ગયા ગુસ્સે

આ પછી વકીલે CJI સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું કે, નિઠારી હત્યા કેસને લઈને આ PIL ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પછી CJI ચંદ્રચૂડ ગુસ્સે થઈ ગયા. તેમણે વકીલને કહ્યું કે, જો તમે આગલી વખતે આવી PIL દાખલ કરશો તો અમે તમારા પર દંડ લગાવીશું. CJIએ કહ્યું કે, અમે તેને સંપૂર્ણ વાંચી lલીધી છે. વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી PILને નકારી કાઢતા CJIએ કહ્યું કે, તેમાં એવું કંઈ નથી જે ગંભીર વિચારણાને પાત્ર હોય.

અગાઉ પણ સલાહ આપી હતી

મહત્ત્વપૂર્ણ છે કે, આવા રસપ્રદ મામલા અવારનવાર સુપ્રીમ કોર્ટમાં આવતા હોય છે. એ જ રીતે, થોડા દિવસો પહેલા પણ CJIએ એક વકીલને સલાહ આપી હતી. હકીકતમાં, વકીલ પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે તેમણે આ મામલે CJIનો સંપર્ક કર્યો તો CJIએ વકીલને કહ્યું કે તમે બેંચના જજો પર આવા આરોપો ન લગાવો. CJIએ વધુમાં કહ્યું કે, કેટલીકવાર ચર્ચા દરમિયાન કેટલીક ઉગ્ર દલીલો થાય છે. તેમણે એમ પણ કહ્યું કે, ન્યાયાધીશો ક્યારેય વકીલો સાથે ગેરવર્તન કરતા નથી.

આ પણ જૂઓ: કર્ણાટકના ડેપ્યુટી સીએમ શિવકુમારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે CBI તપાસને રદ કરવાની અરજી ફગાવી

Back to top button