- નવરંગપુરા વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડા
- અંબિકા દાળવડાની દુકાન સીલ કરી દેવામા આવી
- તેલમાં ટીપીસીનું પ્રમાણ વધુ હોવાના કારણે કાર્યવાહી
અમદાવાદીઓ બહારની દુકાનમાંથી દાળવડા ખાતા હોય તો તમારી ચેતીને રહેવાની જરુર છે. કેમકે અમદાવાદની ફેમસ દાળવડાની દુકાનમાં આરોગ્ય વિભાગને બિનઆરોગ્યપદ ખોરાક મળી આવ્યો છે. હેલ્થ વિભાગ દ્વારા નવરંગપુરા વિસ્તારમાં આવેલા અંબિકા દાળવડા સેન્ટર પર દરોડા પાડવામા આવ્યા હતા. જેમાં દુકાનમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિ દેખાતા અંબિકા દાળવડાની દુકાન સીલ કરી દેવામા આવી હતી.
ફેમસ દાળવડા સેન્ટરને કરાયુ સીલ
જો તમે અમદાવાદમાં રહો છો અને બહારની વસ્તુઓ ખાવા પીવાના શોખીન છો તમારે સાવચેત રહેવાની જરુર છે. અમદાવાદમાં ફેમસ દાળવડા સેન્ટરમાથી અખાદ્ય ચીજવસ્તુ મળી આવી છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમા વિવિધ જગ્યાએ ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામા આવી રહી છે. જેમાં અખાદ્ય ચીજવસ્તુ વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા દુકાનદારો સામે કાર્યવાહી કરવામા આવી રહી છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી અમદાવાદભરમાં કુલ 241 એકમોને નોટિસ મોકલી છે.
તેલમાં ટીપીસીનું પ્રમાણ વધુ મળ્યુ
આરોગ્ય વિભાગે ફેમસ દાળવડા વેચતા સેન્ટર પર દરોડા પાડ્યા હતા. જેમાં અંબિકા દાળવડા સેન્ટરને સીલ કરવામાં આવ્યું છે. અંબિકા દાળવડાની દુકાનમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિ દેખાતા સીલ કરવામા આવી છે. દાળવડાના તેલમાં ટીપીસીનું પ્રમાણ વધુ હોવાનુ સામે આવતા આ કાર્યવાહી કરવામા આવી છે.
આ દુકાનો પર મરાયા સીલ
નવરંગપુરામાં આવેલઅંબિકા દાળવડા સેન્ટરની સાથે નવરંગ પુરા વિસ્તારમાં આવેલી દીવાન ભેળ-પકોડી સેન્ટર સીલ મારવામાં આવ્યું છે. વાસણામાં આવેલું ન્યુ લક્ષ્મી ચવણા માર્ટ વસ્ત્રાલની એ.બી નમકીનને પણ નોટીસ આપવામા આવી છે. વાસણાનાં ન્યૂ લક્ષ્મી ચવણા માર્ટનાં સિંગભજીયા અને વસ્ત્રાલના એ.બી. નમકીનની ઝીણી સેવ ભેળસેળવાળી હોવાનું સામે આવતા કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
આ પણ વાંચો : હાટકેશ્વર બ્રિજ બાદ વધુ એક બ્રિજને લઈને આકરી કાર્યવાહી, કોન્ટ્રાક્ટ પરત લેવાશે