નેશનલ

‘જો આમિર ખાન એક ટ્વિટ કરશે તો..’, દંગલ ફેમ મહાવીર ફોગાટે કહ્યું- જરૂર પડશે તો દિલ્હીને ઘેરીશું

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવીને દેશના કુસ્તીબાજો છેલ્લા ઘણા દિવસોથી જંતર-મંતર પર ધરણા કરી રહ્યા છે. તેમની માંગ છે કે બ્રિજ ભૂષણ પર કાર્યવાહી કરી તેમની જલ્દીથી ધરપકડ કરવામાં આવે. હવે પૂર્વ રેસલર અને ફોગટ બહેનોના પિતા મહાવીર ફોગટે પણ આ સમગ્ર મામલાને લઈને નિવેદન જાહેર કર્યું છે. મહાવીર ફોગાટે કહ્યું કે આ કરો યા મરોની સ્થિતિ છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધરણા પર બેસીશું. આ લડાઈમાં અમે એકજૂટ છીએ. બબીતા ​​ફોગાટ પણ આ લડાઈનો એક ભાગ છે. જાન્યુઆરીમાં પણ ધરણાં કર્યા હતા. અમે સ્પોર્ટ્સ મિનિસ્ટર, બીજેપી ચીફ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પરિસ્થિતિ વિશે જણાવવા માગીએ છીએ. આરોપોની તપાસ માટે એક સમિતિ પણ બનાવવામાં આવી હતી, પરંતુ ન્યાય મળ્યો ન હતો. કોઈ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : Terror Attack Alert : જમ્મુથી પઠાણકોટ સુધી રેડ એલર્ટ, પુંછ જેવા હુમલાની આશંકા
દંગલ - Humdekhengenewsમહાવીરે વધુમાં કહ્યું કે ‘આ મુદ્દે કોઈ રાજનીતિ નથી. મારો પરિવાર સત્તા હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે આક્ષેપો ખોટા છે. અમારો પરિવાર સાથે છે. અમે WFIમાં કોઈ સ્થાન લઈશું નહીં. અમે 2014માં કેટલાક આરોપો વિશે જાણતા હતા, પરંતુ ત્યારે કંઈ કહેવા માંગતા ન હતા, કારણ કે મારી ત્રણ દીકરીઓ કોમનવેલ્થ ગેમ્સમાં રમી રહી હતી. જો અમે તે સમયે વાત કરી હોત, તો તેને અનુશાસનહીનતાને ટાંકીને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હોત. તેમણે કહ્યું કે પીટી ઉષા અને મેરી કોમ મહિલા ખેલાડીઓ હોવાને કારણે વધુ સારી રીતે જાણે છે. ભાજપ કહે છે બેટી બચાવો, બેટી પઢાઓ, પણ આ વાત ભાજપની નથી. તેમણે પૂછ્યું કે શું હું મારા બાળકોની પડખે નહીં ઊભો રહીશ ? તેમણે કહ્યું કે અમને ઘણું સમર્થન મળી રહ્યું છે અને જો જરૂર પડશે તો અમે દિલ્હીને ઘેરી લઈશું.દંગલ - Humdekhengenews અમે સરકાર વિરુદ્ધ નથી, પરંતુ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ છીએ. જ્યારે તેમને આમિર ખાનના સમર્થન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે કલાકારો પાસેથી વધારે અપેક્ષા રાખતા નથી. મને કોઈ સ્ટારની અપેક્ષા નથી, પરંતુ જો આમિર ખાન સમર્થનમાં ટ્વિટ કરશે, તો અમને તે ગમશે. તેમણે કહ્યું કે કુસ્તીબાજોને વિરોધથી કોઈ મદદ મળી રહી નથી. ધરણાં કુસ્તીબાજોને પ્રેક્ટિસથી દૂર રાખી રહી છે. તે વધુ સારી તાલીમ લઈ શક્યા હોત અને વધુ સારું ખાઈ શક્યો હોત, પરંતુ હવે બ્રિજ ભૂષણ સામે કાર્યવાહી કરવી વધુ જરૂરી છે.

Back to top button