સ્લિપ ડિસ્ક થાય તો થશે આવી તકલીફ, જાણો લક્ષણો અને ઉપાય

- સ્લિપ ડિસ્કની સમસ્યા સ્પાઈનના કોઈ પણ ભાગમાં થઈ શકે છે, પરંતુ મોટા ભાગે તે 14 કે 15 નંબરની ડિસ્કમાં તે કમરના નીચેના ભાગમાં થાય છે.
સ્લિપ ડિસ્ક આજના સમયમાં બહુ સામાન્ય શબ્દ બની ગયો છે. તેનો અર્થ છે કરોડરજ્જુમાં થતો દુખાવો. આ બિમારીથી સ્પાઈનની અંદર રિંગના હાડકામાં રહેલો જેલી જેવો પદાર્થ બહાર નીકળે છે. ખાસ કરીને હાડકામાં ઈજા થવાના લીધે આમ બનતું હોય છે. કરોડરજ્જુ કોઇ એક હાડકું નથી, પરંતુ 33 હાડકાંનો એક સમૂહ છે. આમ તો સ્લિપ ડિસ્કની સમસ્યા સ્પાઈનના કોઈ પણ ભાગમાં થઈ શકે છે, પરંતુ મોટા ભાગે તે 14 કે 15 નંબરની ડિસ્કમાં તે કમરના નીચેના ભાગમાં થાય છે. આ નંબરની ઓળખ તો મોટાભાગે એમઆરઆઈ રિપોર્ટથી જ જાણવા મળે છે.
સ્લિપ ડિસ્ક થવાના કારણો
વજન વધવું
જો તમારું વજન વધુ છે તો તમને સ્લિપ ડિસ્કનો ખતરો થઈ શકે છે. તે તમારા માટે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. આ કારણે કમરના નીચેના ભાગમાં પણ અસર થાય છે. તે ઠીક થવામાં વધુ સમય લાગે છે.
નબળાઇ આવવી
સ્લિપ ડિસ્ક થવાનું મુખ્ય કારણ શરીરના અનેક ભાગમાં નબળાઈ હોઈ શકે છે. આ ઉપરાંત વધુ વજન ઉઠાવવું કે વસ્તુઓને લાંબા સમય સુધી પકડીને રાખવી. જોકે આ નબળાઈનું કારણ નસ પણ હોઈ શકે છે. જે સ્લિપ ડિસ્ક દરમિયાન દબાઈ ગઈ હોય અથવા સંબંધિત અંગ સાથે જોડાઈ હોય. આ દર્દીઓમાં બળતરા, સોજો, ખંજવાળ જેવી તકલીફો પણ થઈ શકે છે.
આ પણ વાંચોઃ પ્રદૂષણ એ રાજકીય મુદ્દો નથીઃ દિલ્હી, પંજાબ અંગે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
સતત ડ્રાઈવિંગ કરવું
જો તમે ક્યાંક ફરવા જઈ રહ્યા હો અથવા ઓફિસ દવા દરમિયાન લાંબો સમય ડ્રાઈવિંગ કરી રહ્યા હો તો બેક બોનની પરેશાની થઈ શકે છે. ખાસ કરીને તે ઝાટકા લાગવાથી થાય છે. આ ઉપરાંત શરીરમાં જિનેટિક્સ, કેલ્શિયમની કમીથી પણ સ્લિપ ડિસ્ક થઈ શકે છે
ખોટી રીતે બેસવું, ખરાબ પોશ્ચર હોવો
દરેક ભારે વસ્તુને ઉઠાવવાની રીત અલગ હોય છે. આ વસ્તુઓને ઉઠાવતી વખતે જો તમારો પોશ્ચર યોગ્ય નહીં હોય તો તમને સ્લિપ ડિસ્કની સમસ્યા થઈ શકે છે. જ્યારે પણ જમીન પરનો સામાન ઉઠાવી રહ્યા હો ત્યારે ઘૂંટણને વાળવા જરૂરી છે. તેથી સામાન ઉઠાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો.
સ્લિપ ડિસ્કના લક્ષણ
- કમર દર્દની સમસ્યા ક્યારેક થાય એ ચાલે, પરંતુ બામ અને જેલ લગાવવા છતાં તેમાં રાહત મળતી ન હોય તો તમારે એક વાર ટેસ્ટ કરાવવો જરૂરી છે.
- સ્લિપ ડિસ્કમાં જાંઘ અને કમરના નીચેના ભાગમાં દુખાવો થાય છે. આ દુખાવો ખભા, પગ, હિપ્સ અને હાથ સુધી પણ પહોંચી શકે છે.
- સ્લિપ ડિસ્કના કારણે શરીર સુન્ન પડી જાય છે. ક્યારેક કમરની નીચેનો ભાગ સુન્ન થઈ જાય છે.
સ્લિપ ડિસ્ક હોય તો આ કરો
જો તમને સ્લિપ ડિસ્કની સમસ્યા હોય અથવા તો તમે તેના ખતરાને ઘટાડવા ઈચ્છતા હો તો રોજ એક્સર્સાઈઝ કરો. આ માટે પ્લેંક યોગ, બ્રિજ પોઝ મદદગાર થઈ શકે છે. જો તમને પહેલેથી જ આ સમસ્યા હોય તો એક્સર્સાઈઝ કરતા પહેલા તમે ડોક્ટરની સલાહ જરૂર લો.
આ પણ વાંચોઃ ચાલો આ વર્ષે ઈકો ફ્રેન્ડલી દિવાળી ઉજવીએ, નવી શરૂઆત કરીએ