નેશનલ
જમ્મુના બાંદીપોરા જિલ્લામાંથી મળી આવ્યો IED, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડએ કર્યો નિષ્ક્રિય
જમ્મુ કાશ્મીર ડિવિઝનના બાંદીપોરા જિલ્લામાં એક IED (વિસ્ફોટક) મળી આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવી હતી. થોડા સમય માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ આસપાસના વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડએ IEDને નિષ્ક્રિય કર્યો
બાંદીપોરા-સોપોર રોડ પર IED મળવાના સમાચારથી લોકો ગભરાઈ ગયા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. બાદમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડએ IEDને નિષ્ક્રિય કરી દીધો હતો.
અગાઉ રામબનના ગુલ ફોરેસ્ટ વિસ્તારમાંથી ત્રણ IED મળ્યા’તા
આ પહેલા ગુરુવારે સુરક્ષા દળોને જમ્મુ ડિવિઝનના રામબનના ગુલ ફોરેસ્ટ વિસ્તારમાં એક શંકાસ્પદ બેગમાંથી ત્રણ આઈઈડી મળી આવ્યા હતા. છેલ્લા 10 મહિનામાં જમ્મુ ડિવિઝનના અલગ-અલગ જિલ્લાઓમાં IED પકડવાના 15 કેસ નોંધાયા છે.