ખોરાક અંગે ICMRએ જાહેર કર્યો રિપોર્ટ: 56% રોગોનું મૂળ કારણ આવ્યું બહાર, જાણો
- ICMRની રિસર્ચમાં થયો મોટો ઘટસ્ફોટ
- રોગોને રોકવા માટે 17 પોઈન્ટની ગાઈડલાઇન કરી જાહેર
HDNEWS ડેસ્ક, 9 મે 2024, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના વડાએ ભારતીય લોકોના આહારને લઈને ગાઈડલાઇન જાહેર કરી છે. દેશમાં 56.4 ટકા રોગોનું કારણ અસ્વસ્થ આહાર છે. ICMRની રિસર્ચમાં જાણવા મળ્યું કે, ખાવાની ખરાબ આદતોને કારણે શરીરમાં પોષણની ઉણપ, એનિમિયા, સ્થૂળતા, ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીઓનું જોખમ વધી ગયું છે.
આરોગ્ય સંશોધન સંસ્થાએ શું જણાવ્યું?
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશનના આરોગ્ય સંશોધન સંસ્થાએ જણાવ્યું કે, તંદુરસ્ત આહાર અને શારીરિક પ્રવૃત્તિ કોરોનરી હૃદય રોગ અને હાયપરટેન્શનના નોંધપાત્ર પ્રમાણને ઓછું કરી શકાય છે. અને ટાઇપ 2 ડાયાબિટીસને 80 ટકા સુધી અટકાવી શકે છે. ICMR એ બુધવારે જણાવ્યું હતું કે આવશ્યક પોષક તત્ત્વોની જરૂરિયાતોને પહોંચી વળવા અને ડાયાબિટીસ જેવા રોગોને રોકવા માટે 17 પોઈન્ટની ગાઈડલાઇન જાહેર કરી છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્વસ્થ જીવનશૈલીને અનુસરીને મૃત્યુને અટકાવી શકાય છે. ખાંડ અને ચરબીયુક્ત ખોરાકના વધુ પડતા વપરાશ, યોગાસન અને શારીરિક પ્રવૃત્તિ અને વજનની સમસ્યાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
ડાયાબિટીસના દર્દી માટે સંપૂર્ણ નાસ્તો શું હશે?
ડાયાબિટીસના દર્દીએ એવો નાસ્તો ખાવો જોઈએ જે તેની બ્લડ સુગરને સ્થિર રાખે. સવારનો નાસ્તો એ તમારા દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે, તેથી તે સૌથી વધુ પૌષ્ટિક હોવું જોઈએ. તમારે તમારા નાસ્તામાં ત્રણ વસ્તુઓનું મિશ્રણ હોવું જોઈએ. 1. પ્રોટીન, 2. જટિલ કાર્બોહાઇડ્રેટ અને 3. સારી ચરબી. તમારો નાસ્તો આ ત્રણનું મિશ્રણ હોવું જરૂરી છે.
સ્થૂળતાને રોકવા માટે શું જરૂરી છે તે જાણો?
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશને મીઠાનું સેવન મર્યાદિત કરવા, તેલ અને ચરબીનો ઓછો ઉપયોગ કરવા, યોગ્ય કસરત કરવા અને ખાંડ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ આઈટમ ઘટાડવા વિનંતી કરી છે. તેમણે સ્થૂળતાને રોકવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનું અને ફૂડ લેબલ વાંચીને અને હેલ્ધી ફૂડના વિકલ્પો પસંદ કરીને માહિતી મેળવવાનું પણ સૂચન કર્યું હતું.
આ પણ વાંચો..ગરમી આવતા જ કેમ વધી જાય છે ડાયાબિટીસ? આ રીતે કરો મેનેજ