આઇસક્રીમમાં દારૂ ભેળવીને વેચાતો હતો, પોલીસે દરોડા પાડ્યા, 23 પેકેટ જપ્ત
હૈદરાબાદ, 7 સપ્ટેમ્બર: આઈસ્ક્રીમ લગભગ દરેકને પસંદ હોય છે, પરંતુ બાળકો તેને ખાવાનું વિશેષ પસંદ કરે છે. હાલમાં જ તેલંગાણાના હૈદરાબાદની જ્યુબિલી હિલ્સમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહી આઈસ્ક્રીમમાં દારૂ (વ્હિસ્કી) ભેળવીને બનાવવામાં આવી રહ્યો હતો. હવે આ રીતે આઈસ્ક્રીમ કેમ બનાવવામાં આવી રહ્યો હતો?
બાળકોને આવા આઈસ્ક્રીમ ખવડાવીને શું તેઓ બધાને વ્યસની બનાવવાની કોશિશ કરી રહ્યા હતા? આ તપાસનો વિષય છે. હાલમાં આ આઈસ્ક્રીમના મહત્તમ વેચાણ માટે ફેસબુક પર પ્રમોશન પણ કરવામાં આવી રહ્યું હતું. જેઓએ તેને ખરીદ્યું હતું તેઓને ખ્યાલ ન હતો કે આઈસ્ક્રીમમાં વ્હિસ્કી ભેળવવામાં આવે છે. આ વાતથી અજાણ લોકો નાના બાળકોને પણ આ આઈસ્ક્રીમ ખવડાવતા હતા.
23 બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા
આઈસ્ક્રીમમાં દારૂ હોવાની માહિતી મળતાં જ અધિકારીઓની એક ટીમ દરોડો પાડવા સ્થળ પર પહોંચી અને સ્થળ પરથી વ્હિસ્કી આઈસ્ક્રીમના 23 બોક્સ જપ્ત કરવામાં આવ્યા. આ મામલામાં કાર્યવાહી કરતા અધિકારીઓએ દયાકર રેડ્ડી સહિત આઈસ્ક્રીમ બનાવતા લોકોની ધરપકડ કરી છે. સરથચંદ્ર રેડ્ડી નામના વ્યક્તિ દ્વારા આઇસક્રીમની દુકાનમાં નશીલા પદાર્થનું વેચાણ કરવામાં આવતું હતું. અહીંથી 11 કિલો આવા ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા હતા, જેને આઈસ્ક્રીમમાં ભેળવીને વેચવું ગુનો છે. આ આઈસ્ક્રીમ એરિકો કાફેમાં વેચાઈ રહ્યો હતો. આ આઈસ્ક્રીમ પાર્લર સામે કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી.
આઈસ્ક્રીમમાં વ્હિસ્કી ભેળવવામાં આવતી હોવાની માહિતી મળતાં બાળકો અને તેમના પરિવારના સભ્યો ખૂબ જ નારાજ થાય હતા. જો કે, આવા કૃત્યો પાછળના ગુનેગારોની શોધ કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવું કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળકોના જીવ સાથે રમત કરનારાઓને ચેતવણી આપવામાં આવી હતી.
આ પણ વાંચો :અમેરિકામાં હિન્દુઓએ પ્રમુખપદ માટે ટેકાની કરી જાહેરાતઃ જાણો કોને સમર્થન આપશે?