આઈસ્ક્રીમ પ્રેમીઓ સાવધાન: ફેક્ટરીમાં આ રીતે તૈયાર થાય છે આઈસ્ક્રીમ
14 મે 2024, ઉનાળાની ઋતુમાં આપણને ઠંડુ-ઠંડુ ખાવા-પીવાની ઘણી ઈચ્છા થાય છે. આ સમયે આઈસ્ક્રીમ જેવી વસ્તુનું સેવન કરવાનું લોકો વધારે પસંદ કરે છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો જોઈને તમે પણ એક વાર વિચાર કરશો કે આઈસ્ક્રિમ ખાવો કે નહીં. હાલમાં ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આઈસ્ક્રીમ ફેક્ટરીમાં બનતો બતાવવામાં આવી રહ્યો છે. આ જોયા પછી તમે પણ આઈસ્ક્રીમ ખાવા માટેનું તમારુ મન બદલાઈ જશે.
View this post on Instagram
વીડિયોમાં આઇસક્રીમ અસ્વચ્છ રીતે બનતો જોવા મળ્યો
ગરમીની સીઝનમાં આઈસ્ક્રીમનો ચટાકો લેતા હોય તો સાવધાન થઈ જજો. ઉનાળામાં આપણે બધાને આઇસક્રીમ ખૂબ જ ગમે છે, પરંતુ શું તમે જાણો છો કે આ આઈસ્ક્રીમ કેવી રીતે બને છે. ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થયેલા એક વીડિયોએ લોકોના મન બગાડ્યા છે. તે વીડિયોમાં આઇસક્રીમ અસ્વચ્છ રીતે બનાવવામાં આવતો દેખાઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો ઉત્તર પ્રદેશના કાનપુરની એક દુકાનનો છે જ્યાં એક સ્થાનિક વિક્રેતા ઓરેન્જ પોપ્સિકલ્સ બનાવી રહ્યા છે. આ વીડિયો હમ્બિફૂડીએ શેર કર્યો છે. આ વીડિયોમાં બતાવ્યા પ્રમાણે, આઈસક્રિમ બનાવવાની શરુઆત પોપ્સિકલ મોલ્ડમાં નારંગીની ચાસણી રેડવાની સાથે શરૂ થાય છે.આ પછી, તેમાં દૂધ રેડાય છે અને મોલ્ડને ફ્રીઝરમાં મૂકે છે. આ વાયરલ વીડિયોના કેપ્શનમાં ઉલ્લેખ છે કે આ 10 રૂપિયામાં વેચાય છે. આ વીડિયોમાં જે રીતે આઈસ્ક્રીમ બનાવવામાં આવ્યો હતો અને તેને ફ્રીઝ કરવાથી લઈને તેને બહાર કાઢવા અને પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા વાસણો ખૂબ જ ગંદા દેખાતા હતા. અને ખૂબ જ ગંદા પાણીમાં આઇસક્રીમ મૂકવામાં આવે છે. જેના લીધે બીમાર પણ પડી શકાય છે. આ વિડીયો જોઈને તે આઈસ્ક્રીમ ખાવાનું બિલકુલ મન નહીં થાય. આ વીડિયો વાયરલ થતાં જ યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો..કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો ભૂલથી પણ આ વસ્તુઓને હાથ ન લગાડતા