- 7 ટન અખાદ્ય મલાઈનો જથ્થો ઝડપાયો છે
- રફાળા ગામે મલાઈનું ઉત્પાદન કરાયું હોવાનું જાણવા મળ્યું
- અખાદ્ય મલાઈનો જથ્થો રવિરાજ આઈસ્ક્રીમમાં સ્ટોર કરવામાં આવ્યો
ગુજરાતના રાજકોટ શહેરમાં આઈસક્રીમ રસિકો ચેતજો. નહિતર પસ્તાશો. કારણ કે 7 ટન અખાદ્ય મલાઈનો જથ્થો ઝડપાયો છે. જેમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. તેમાં ચોંકાવનારી વાત તો એ છે કે મલાઈ એક્સપાયરી થઈ ગઈ હતી. હાલના દિવસોમાં ગુજરાતમાં નકલી દૂધ, ઘી ઝડપાયું હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ સ્થાનિકો માટે કમાણીનું સાધન બની જશે
રફાળા ગામે મલાઈનું ઉત્પાદન કરાયું હોવાનું જાણવા મળ્યું
આરોગ્ય વિભાગના ચેકિંગમાં સામે આવ્યું હતું કે આ મલાઈ જનતા મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટસની હતી અને તેનું ઉત્પાદન જાન્યુઆરીથી માર્ચ મહિનાના ગાળામાં કરવામાં આવ્યું હતું. સરધાર રોડ પર આવેલા રફાળા ગામે મલાઈનું ઉત્પાદન કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. આ મલાઈનો જથ્થો જેની કુલ માત્રા લગભગ 7000 કિલો એટલે કે 7 ટન જેટલી થવા જાય છે તે એક્સપાયરી થઈ ગઈ હતી. આ અખાદ્ય મલાઈનો જથ્થો રવિરાજ આઈસ્ક્રીમમાં સ્ટોર કરવામાં આવ્યો હતો. જેને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અંબાલાલ પટેલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ આવશે તેવી કરી આગાહી
અખાદ્ય મીઠાઈઓને પણ ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવે છે
આરોગ્ય વિભાગ દ્વારા દરોડામાં ઘણીવાર અખાદ્ય મીઠાઈઓને પણ ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવે છે. મોટી મોટી બ્રાન્ડની ખાદ્ય ચીજોના સેમ્પલની ગુણવત્તાઓ પણ નબળી નીકળે છે. ઘણાં પિત્ઝા સ્ટોરમાંથી વંદો, જીવડો કે જીવાત નીકળી હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે આ જ શ્રેણીમાં સામેલ થઈ શકે તેવો બનાવ રાજકોટમાં બનવા પામ્યો છે. આ વખતે એક્સપાયરી થઈ ગયેલી મલાઈનો મોટો જથ્થો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.