- સ્વિગીએ આઈસ્ક્રીમની માંગને લઈને એક રિપોર્ટ રજૂ કર્યો
- સ્વિગી પર 6.9 લાખથી વધુ આઈસ્ક્રીમના ઓર્ડર આપવામાં આવ્યા
- દોઢ મહિનાના ગાળામાં આઈસ્ક્રીમ માટે 6.9 લાખ ઑનલાઈન ઓર્ડર મળ્યા
મુંબઈ, 3 મે, 2024, આઈસ્ક્રીમ! નામ સાંભળતાં જ દરેકને તે ખાવાની ઇચ્છા થવા લાગે છે. સ્વિગીએ આઈસ્ક્રીમની માંગમાં થયેલા વધારા અંગે અકે અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં એક ચોંકાવનારી અને રસપ્રદ જાણકારી એ મળી છે કે, મુંબઈના એક વ્યક્તિએ 45 દિવસના ગાળામાં સ્વિગી મારફત 300થી વધુ આઈસ્ક્રીમ મંગાવીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
સ્વિગીએ આઈસ્ક્રીમની માંગને લઈને એક રિપોર્ટ રજૂ કર્યો
ઉનાળામાં ગરમીથી બચવા લોકો અનેક ઉપાયો હાથ ધરતા હોય છે. ધોમધખતા તાપથી રાહત મેળવવા લોકોએ આઈસ્ક્રીમ અને ઠંડા પીણા સહિતની વસ્તુનું સેવન કરતા હોય છે. ત્યારે સ્વિગીએ આઈસ્ક્રીમની માંગને લઈને એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં એક વ્યક્તિ ચર્ચામાં આવી છે. વાસ્તવમાં, મુંબઈના એક વ્યક્તિએ સ્વિગીમાંથી 45 દિવસમાં 300 થી વધુ આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો. આ જાણીને ઘણા લોકો ચોંકી ગયા છે. આ રિપોર્ટમાં સ્વિગીએ જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આઈસ્ક્રીમની માંગમાં 16 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
કયા ફ્લેવરનો આઈસ્ક્રીમ કેટલો વેચાયો ?
જો આપણે આઈસ્ક્રીમ ફ્લેવરની વાત કરીએ તો લોકો ચોકલેટ ફ્લેવરની સાથે અન્ય ફ્લેવરનો આઈસ્ક્રીમ ઓર્ડર કરી રહ્યા છે. નારિયેળ, બદામ અને વેનીલા આઈસ્ક્રીમનો સૌથી વધુ ઓર્ડર આપવામાં આવી રહ્યો છે. મુંબઈમાં ફ્રૂટ ફ્લેવરના આઈસ્ક્રીમના સૌથી વધુ ઓર્ડર મળી રહ્યા છે. હૈદરાબાદમાં બદામ સાથેના આઈસ્ક્રીમને સૌથી વધુ ઓર્ડર મળી રહ્યા છે. સ્વિગીએ કહ્યું કે 1 માર્ચથી 15 એપ્રિલ સુધી સાંજે 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી આઈસ્ક્રીમના મહત્તમ ઓર્ડર મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્વિગી પર 6.9 લાખથી વધુ આઈસ્ક્રીમના ઓર્ડર આપવામાં આવ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં વેગન આઈસ્ક્રીમના ઓર્ડરમાં 70 ટકાનો વધારો થયો છે.
આ પણ વાંચો..ખાલી પેટે એક ચમચી ઘી ખાવાનો ટ્રેન્ડ કેમ થયો લોકપ્રિય? શું છે ફાયદા?