ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ICC World Cup 2023: વર્લ્ડ ચેમ્પિયન બનવાનો સૌથી મોટો દાવેદાર કોણ છે?

  • વર્લ્ડ ચેમ્પિયન બનવાનો સૌથી મોટો દાવેદાર કોણ છે? સુનીલ ગાવસ્કરે ભારતનું નામ જ ન લીધું…
  • ICC વર્લ્ડ કપ 2023 ની ટ્રોફી કઈ ટીમ જીતશે અને કોણ ચેમ્પિયન બનશે તે જાણવા માટે આપણે લાંબો સમય રાહ જોવી પડશે. 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે.

ICC World Cup 2023: ICC વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. વર્લ્ડ કપ ફાયનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ વખતે કઈ ટીમ ફાઈનલ જીતશે તેને લઈને ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પોતાનો મત રજુ કર્યો છે અને હવે આ યાદીમાં સુનીલ ગાવસ્કર પણ જોડાઈ ગયા છે. ગાવસ્કરે કહ્યું કે તેમની દૃષ્ટિએ કઈ ટીમ ICC વર્લ્ડ કપ જીતવાની સૌથી મોટી દાવેદાર છે અને આશ્ચર્યની વાત એ છે કે તેણે ભારતનું નામ લીધું નથી. ગાવસ્કરના મતે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ વલ્ડ કપ જીતવાની સૌથી મોટી દાવેદાર છે અને તેમણે આના કારણો પણ ગણાવ્યા છે.

ગાવસ્કરે કહ્યું કે ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન ખૂબ જ ખતરનાક છે અને તેઓ ખુબજ ઝડપી બેટિંગ કરે છે, આ પછી તેમની પાસે ત્રણ વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર છે, જેઓ બેટિંગ કરી કે બોલીંગ કરી મેચને બદલી શકે છે. આ સિવાય ગાવસ્કરે ઈંગ્લેન્ડની બોલિંગના પણ વખાણ ક્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે તેમની ટીમની બોલિંગ ખૂબ જ અનુભવી છે, જેના કારણે આ ટીમ સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની પ્રબળ દાવેદાર છે.

 

ઈરફાન પઠાણ ગાવસ્કરથી કંઈક અલગજ માને છે, વાંચો તેમણે શું કહ્યું?

ઈરફાન પઠાણનું માનવું છે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર છે. ઈંગ્લેન્ડે 2019 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ફાઈનલમાં ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર પણ ટાઈ થઈ હતી, જે બાદ ઈંગ્લેન્ડને વધુ બાઉન્ડ્રી ફટકારવાના આધારે વર્લ્ડ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું.

ICCએ તેના નિયમમાં કર્યા ફેરફાર:

આઈસીસીના આ નિયમની તે સમયે ખૂબ ટીકા થઈ હતી અને બાદમાં આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે જો સુપર ઓવર ટાઈ થશે તો મેચનું પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી સુપર ઓવર રમાડવામાં આવશે. ICC વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાવાની છે.

આ પણ વાંચો: એશિયન ગેમ્સ: ભારતનું શાનદાર પ્રદર્શન, શૂટિંગમાં પુરુષોની ટીમે ગોલ્ડ અને મહિલા ટીમે સિલ્વર જીત્યો

Back to top button