ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

ICC WORLD CUP 2023: શું થયા નિયમમાં ફેરફાર? કઈ ટીમ ટુર્નામેન્ટમાંથી આઉટ?

ICC WORLD CUP 2023એ 5 ઓકટોબર વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે.જયારે અંતિમ મેચ 19 નવેમ્બરના રોજ યોજાશે. ત્યારે આ વર્લ્ડ કપની વોર્મ-અપ મેચ પણ રમાઈ ચુકી છે.જેમાં વર્લ્ડ-કપ ને લઈને વિવિધ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે -સાથે આ વખતે 2023 વર્લ્ડ-કપ માં ઈતિહાસમાં પહેલી વાર આ ટીમ આ વર્લ્ડ-કપમાંથી આઉટ થઇ ગઈ છે.આ વર્લ્ડ-કપએ એક ઈતિહાસ બનાવશે.જેમાં આ કેટલીક બાબતો જે આ પહેલા બની નથી. તો ચાલો આ સફર પર..

ઇતિહાસમાં પહેલી વાર વર્લ્ડ-કપમાંથી બહાર વેસ્ટ ઈન્ડિઝ

આ વર્લ્ડ-કપ 2023માં કેરેબિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝ આ ટુર્નામેન્ટથી આઉટ છે.જેમાં આ વર્લ્ડ-કપ ઈતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે. જેમાં વેસ્ટ ઈન્ડઝે 1975 અને 1979 માં વર્લ્ડ-કપ જીત્યો હતો.જેમાં 1975માં ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝે શાનદાર જીત મેળવી હતી.

ત્યારબાદ 1979માં ઈંગ્લેન્ડ સામે 92 રન થી આ મેચ જીતી લીધી હતી.પરંતુ આ વખતે આ વર્લ્ડ-કપ 2023 માટે કોવોલીફાય પણ થઇ શક્યું નથી.જેમાં આ વખતે 10 ટીમો ભાગ લઇ રહી છે.આ 10 ટીમોની કોવોલીફાયમાં 8 ટીમોએ પોતાનું સ્થાન નક્કી કરી લીધું હતું.જેમાં બાકીની બે ટીમ શ્રીલંકા અને નેધરલેન્ડે આ સ્થાનની પુષ્ટી કરી હતી.

આ પણ વાંચો : 1975 થી 2019 સુધીમાં કોણ જીત્યું વર્લ્ડ કપ,જાણો એક કિલકમાં

2019નો નિયમની થઇ બાદબાકી

2019ની ફાઈનલમાં મહત્વની ભૂમિકા ભજવનાર નિયમની બાદબાકી કરવામાં આવી છે.જેમાં આ ફાઈનલ મેચમાં સુપર ઓવર સુધી મેચ પહોચી હતી.ત્યાર બાદ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઇંગ્લેન્ડે આ બાઉન્ડ્રી કાઉન્ટના નિયમે મહત્વની ભૂમિકા ભજવી હતી.જેમાં ઇંગ્લેન્ડે આ નિયમના આધારે આશાનીથી જીત મેળવી હતી. ત્યારબાદ આ નિયમને ઘણો વિવાદાસ્પદ માનવામાં આવ્યો અને ત્યાર બાદ iccએ આ નિયમનો ફેરફારની વિચારણા બાદ આ નિયમ બદલ્યો હતો. ત્યાર બાદ જો તે સ્થિતિમાં, પરિણામ બહાર ન આવે ત્યાં સુધી સુપર ઓવર સતત કરવામાં આવશે. આ નિયમ સાથે, ચાહકોની મજા બમણી થવાની ખાતરી છે.

70 મીટરથી ઓછી સીમા હશે નહીં

આ વખતે ICC એ વર્લ્ડ કપ માટે ઘણા સ્થળ પિચ ક્યુરેટર્સ માટે ‘પ્રોટોકોલ’ તૈયાર કર્યો છે. આઇસીસીએ પીચો પર વધુ ઘાસ મૂકવાનું કહ્યું છે. એમ પણ કહ્યું કે બાઉન્ડ્રીનું કદ 70 મીટરથી ઓછું હોવું જોઈએ નહીં. તે આના કરતાં વધુ હોઈ શકે છે. આંતરિક મેચોમાં, સીમાનું લઘુતમ કદ 65 મીટર છે જ્યારે મહત્તમ કદ 85 મીટર છે. વર્લ્ડ કપની મેચો અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી,ધર્મશાલા, હૈદરાબાદ, કોલકાતા, લખનૌઉ, મુંબઇ, પુણેમાં રમવામાં આવશે.

ઈતિહાસમાં પહેલી વાર વર્લ્ડ-કપની બધી મેચ ભારતમાં રમાશે

આ વર્લ્ડ-કપમાં ભારતમાં બધી મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલીવાર થઈ રહ્યું છે,અગાઉ, ભારતે 1987, 1996 અને 2011 ના વનડે ક્રિકેટ વર્લ્ડ કપનું સંયુક્ત રીતે હોસ્ટ કર્યું હતું.

આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન મેચ અને નવરાત્રી ઉપર વરસાદની શક્યતાઃ કોણે કરી આગાહી?

Back to top button