T20 વર્લ્ડકપટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

મહિલા T20 વર્લ્ડકપઃ ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી ધૂળ ચટાડી, આ ખેલાડી રહ્યા હીરો

Text To Speech

દુબઈ, તા.6 ઓક્ટોબરઃ મહિલા વર્લ્ડ કપમાં આજે ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે હતો. મુકાબલામાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં આઠ વિકેટે 105 રન બનાવ્યા હતા. ભારત તરફથી અરુંધતિ રેડ્ડીએ 3 વિકેટ લીધી હતી. શ્રેયંકા પાટિલને 2 સફળતા મળી હતી. પાકિસ્તાન તરફથી નિદા ડારે સર્વાધિક 28 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20 રનના વ્યક્તિગત સ્કોરને સ્પર્શી શક્યા નહોતા. આ ઇનિંગમાં પાકિસ્તાનનો બેટિંગ ઓર્ડર પત્તાના મહેલની જેમ પડી ભાંગ્યો હતો. ભારતના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને કોઈપણ બેટ્સમેનને ક્રિઝ પર બેસવાની તક આપી ન હતી. આ દરમિયાન મુનીબાએ 17, ગુલ ફિરોઝાએ શૂન્ય, સિદ્રા અમીને આઠ, ઓમાઈમા સોહેલે ત્રણ, આલિયા રિયાઝે ચાર, ફાતિમા સનાએ 13, તુબા હસને શૂન્ય, સૈદાએ 14* અને નશરાએ 6* રનનો સ્કોર કર્યો હતો.

ભારતની પ્રથમ જીત

106 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી જીત મેળવી હતી. ભારત તરફથી શેફાલી વર્માએ 32 રન, જેમીમાએ 23 રનનું યોગદાન આપ્યું હતું. મહિલા ટી20 વર્લ્ડકપમાં આ ભારતની પ્રથમ જીત હતી. અરુંધતિ રેડ્ડીને તેના શાનદાર પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

આ ખેલાડી રહ્યા જીતના હીરો

  • અરુંધતિ રેડ્ડીઃ તેણે 4 ઓવરમાં માત્ર 19 રન આપીને 3 વિકેટ લીધી હતી.
  • શેફાલી વર્માઃ આ ખેલાડીએ 35 બોલમાં 32 રનની ઈનિંગ રમી હતી.
  • હરમનપ્રીત કૌરઃ ભારતીય કેપ્ટને 29 રનની ઈનિંગ રમી હતી અને નોટઆઉટ રહી હતી.
  • દીપ્તિ શર્માઃ બોલિંગમાં તેણે 4 ઓવરમાં 24 રન આપી 1 વિકેટ લીધી હતી અને બેટિંગ વખતે 7 રન બનાવી નોટ આઉટ રહી હતી

બંને ટીમોની પ્લેઈંગ 11

ભારત: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, સજીવન સજના, શ્રેયંકા પાટિલ, આશા શોભના, રેણુકા ઠાકુર સિંહ.

પાકિસ્તાન: મુનીબા અલી (વિકેટકીપર), ગુલ ફિરોઝ, સિદ્રા અમીન, નિદા દાર, આલિયા રિયાઝ, ઓમાઈમા સોહેલ, ફાતિમા સના (કેપ્ટન), તુબા હસન, નશરા સંધુ, સૈયદા અરુબ શાહ, સાદિયા ઈકબાલ.


આ પણ વાંચોઃ પેટ દર્દથી પરેશાન મહિલા પહોંચી હોસ્પિટલ, ઓપરેશન કરનારા ડૉક્ટરો પણ ચોંકી ગયા

Back to top button