ICC Test Team Rankings : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે.જેમાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત એકવાર ફરી પહેલા સ્થાન પર પહોચી ગયું છે.આથી પહેલા સ્થાન પર રહેલી ઓસ્ટ્રેલિયા બીજા સ્થાન પર ખસી ગયું છે. અને india 115 પોઈન્ટ સાથે પહેલું સ્થાન મેળવ્યું છે. જયારે હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ટુર ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. આ શ્રેણી ફેબ્રુઆરીથી માર્ચ સુધી ચાલશે.
ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (ટેસ્ટ સિરીઝ શેડ્યૂલ) :
પ્રથમ ટેસ્ટ : 9 થી 13 ફેબ્રુઆરી, નાગપુર
બીજી ટેસ્ટ : 17 થી 21 ફેબ્રુઆરી, દિલ્હી
ત્રીજી ટેસ્ટ : 1 થી 5 માર્ચ, ધર્મશાલા
ચોથી ટેસ્ટ : 9 થી 13 માર્ચ, અમદાવાદ
શું છે બીજા ટીમોની રેન્કિંગ
ICC દ્વારા તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા 3,690 પોઈન્ટ અને 115 રેટિંગ સાથે નંબર વન બની છે.ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 3,231 પોઈન્ટ અને 111 રેટિંગ સાથે બીજા નંબર પર ખસી ગયું છે. આ સિવાય ઈંગ્લેન્ડ 106 પોઈન્ટ સાથે ત્રીજા અને ન્યુઝીલેન્ડ 100 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. હાલમાં ભારતીય ટીમ ટેસ્ટની સાથે સાથે T20માં પણ નંબર-1 બની ગઈ છે. જ્યારે ટીમ ઈન્ડિયા હાલમાં ODI રેન્કિંગમાં ચોથા નંબર પર છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા 3,690 પોઈન્ટ અને 115 રેટિંગ સાથે નંબર વન બની ગઈ છે.
ODIમાં ભારત ક્યાં સ્થાને ?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI શ્રેણીની શરૂઆત હૈદરાબાદમાં રમાનારી મેચથી શરૂવાત થશે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી જીતવામાં સફળ થાય તો તેની પાસે ICC ODI રેન્કિંગમાં નંબર વન બની શકે છે.અત્યારે ODI રેન્કિંગમાં New Zealandની ટીમ 117 પોઈન્ટ સાથે નંબર વન પર છે. ત્યારે TEAM INDIA 110 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. જો ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં ક્લીન સ્વીપ કરે છે. તો તેના 114 પોઈન્ટ્સ થઈ જશે અને ન્યૂઝીલેન્ડની ટીમ 111 પોઈન્ટ થઈ જશે.
આ પણ વાંચો : અકસ્માત બાદ સારવાર પછી ઋષભ પંતની પ્રથમ ટ્વિટ, જાણો શું કહ્યું તેણે ?