પાકિસ્તાન સામેની ધમાકેદાર જીત બાદ ICCએ શેર કર્યો બિહાઈન્ડ ધ સીન્સનો વીડિયો
મેલબર્નઃ ભારતે ટી-20 વર્લ્ડકપ અંતર્ગત મેલબોર્નમાં રમાયેલા સુપર-12 મેચમાં પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચ યાદગાર એટલા માટે હતી કેમકે એકસમયે હારની નજીક પહોંચેલું ભારત કોહલી અને પંડયાની ઈનિંગને કારણે જીતી ગયું હતું. જ્યારે છેલ્લી 3 ઓવરમાં 48 રનની જરૂર હતી, ત્યારે વિરાટ કોહલીએ બેટિંગનો માસ્ટર ક્લાસ દેખાડતા ભારતને યાદગાર જીત અપાવી હતી. તેવામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મેચનો એક બિહાઇન્ડ ધ સીન્સનો વીડિયો શેર કર્યો છે. જેમાં મેચ જીત્યા બાદ કોહલી અને સાથીઓની પ્રતિક્રિયા ઉપરાંત ફેન્સનું રિએક્શન રુવાટા ઉભા કરી દે તેવું છે.
A packed MCG chanting for Virat Kohli ????
Raw vision: Behind the scenes of India’s sensational win ????
Goosebumps. #T20WorldCup | #INDvPAK pic.twitter.com/MNjmOLKO7r
— ICC (@ICC) October 23, 2022
વિરાટ-હાર્દિક છવાયા
પાકિસ્તાને આપેલા 160 રનને ચેઝ કરતાં ભારત માટે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની 113 રનની ભાગીદારી નિર્ણાયક સાબિત થઈ હતી. કોહલીએ 53 બોલમાં 6 ફોર અને 4 સિક્સની મદદથી 82* રન બનાવ્યા હતા, જ્યારે હાર્દિકે 37 બોલમાં 1 ફોર અને 2 સિક્સની મદદથી 40 રન બનાવ્યા હતા. મેચ બાદ કિંગ કોહલી પર સોશિયલ મીડિયામાં વરસ્યો હતો વિરાટ પ્રેમ, ફેન્સ હોય કે ક્રિકેટ એક્સપર્ટ્સ કોઈપણ તેના વખાણ કરતા થાકતું નહોતું.
વિરાટ અને હાર્દિકની ભાગીદારી ઘણી જ નિર્ણાયક: રોહિત
રોહિતે પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશનમાં કહ્યું કે, “હું ડ્રેસિંગ રૂમમાં હતો, અત્યારે મારી પાસે શબ્દો નથી. તમે આટલી મોટી મેચમાં આવું કંઈક થવાની અપેક્ષા રાખી શકો છો. અમારે બને એટલો સમય મેચમાં જીવંત રહેવું હતું. વિરાટ અને હાર્દિકની ભાગીદારી ઘણી જ નિર્ણાયક હતી. પિચ અઘરી હતી. બોલ સ્વિંગ અને સીમ થઈ રહ્યો હતો. બોલિંગ પોઇન્ટ ઓફ વ્યૂથી અમે સારો દેખાવ કર્યો. તેમને દબાણમાં રાખ્યા હતા. જો કે, અંતમાં તેમણે સારી બેટિંગ કરી.અમને ખબર હતી કે અમારે આ ટાર્ગેટ ચેઝ કરવા આવડત કરતાં સારો દેખાવ કરવો પડશે. વિરાટ અને હાર્દિક બંને અનુભવી છે. અમે કોઈપણ રીતે આ મેચ જીતીએ એમ નહોતા. આ વિરાટની ભારત માટે શ્રેષ્ઠ ઇનિંગ્સ છે.”