ICC ODI World Cup 2023: ટિકિટોનું વેચાણ કયારથી શરૂ થશે? જાણો અહીં
ICC ODI વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ તો જાહેર થઈ ગયો છે પરંતુ ટિકિટ બુકીંગ કયારથી શરૂ થશે એ જાણવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2011 પછી એટલે કે 12 વર્ષ પછી ભારત ફરીથી વનડે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે, ત્યારે સ્વાભવિક છે કે ચાહકોમાં મેચ માટેની ઉત્સુકતા હોવાની જ છે. જો કે, ટિકિટ બુકીંગની શરુઆત થાય તે પહેલા ભારત પાકિસ્તાન સહિત અનેક મેચોની તારીખોમાં ફેરફાર થાય તેવા સમાચાર સામે આવી રહ્યાં છે.
એક દિવસમાં ત્રણ મેચ રમાડવી મુશ્કેલ:
ભારત-પાકિસ્તાન મેચ પૂર્વનિર્ધારિત શેડ્યૂલને બદલે 14 ઓક્ટોબરે ફરી શેડ્યૂલ કરવાની યોજના છે. જો આમ થશે તો તે દિવસે ત્રણ મેચ થશે. તે દિવસે ચેન્નાઈમાં સવારે 10.30 વાગ્યાથી ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. તે જ સમયે, દિલ્હીમાં બપોરે 2 વાગ્યાથી ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. આવી સ્થિતિમાં, એક દિવસમાં ત્રણ મેચથી મુશ્કેલીઓ વધશે. બ્રોડકાસ્ટરને આ મંજુર નહીં હોય અને આમાંથી પણ એક મેચને રીશેડ્યૂલ કરવી પડશે.જો કે, આ મેચો માટે તારીખો બદલાશે પરંતુ વેન્યુ બદલાવવાની કોઇ સંભાવના નથી.
આ પણ વાંચો: સિકસ મારીને પણ બેટ્સમેન થયો આઉટ! સોશિયલ મીડિયામાં વાઈરલ થયો વિડીયો
આઈસીસીની મંજૂરીનો ઇન્તજાર:
મળતી માહિતી મુજબ આ ફેરફાર માટે BCCIને આઈસીસીની મંજૂરીની રાહ છે. આ માટે તેમણે લેટર લખ્યો છે અને ICCની મંજૂરી મળતા તેઓ ઓફિશિયલ ફેરફાર ડિક્લેર કરી દેશે. મળેલી માહિતી મુજબ સોમવાર સાંજ સુધીમાં આ અંગે પિક્ચર ક્લિયર થઈ જશે અને નવા ઓફિશિયલ શેડ્યૂલની જાહેરાત થઈ શકે છે.
મેચો માટે ટિકિટનું બુકીંગ કયારથી શરૂ થશે?
BCCIએ બધા સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને ટિકિટનો ભાવ નક્કી કરીને મોકલવા માટે ડેડલાઇન આપી છે. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, મોટાભાગના સ્ટેટ ક્રિકેટ એસોસિએશને આ માટેનું ફાઇનલ પ્રાઇસ લિસ્ટ મોકલી આપ્યું છે. 10 ઓગસ્ટથી ટિકિટ બુકીંગ શરૂ થઈ શકે છે. ટિકિટ ઓનલાઇન બુક કર્યા બાદ ફિઝિકલ સેન્ટર પરથી કલેક્ટ કરવાની રહેશે. તેનું કારણ એ છે કે, વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં એન્ટ્રી માટે ફિઝિકલ ટિકિટ હોવી ફરજિયાત છે, તે સિવાય એન્ટ્રી નહીં મળે.
આ પણ વાંચો: વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન મેચ ઉપર જ નવરાત્રીને લઈ તરીખોમાં થઈ શકે છે ફેરફાર, જય શાહનું મોટું નિવેદન