પાકિસ્તાનની છેલ્લી ખુશી પણ ટીમ ઈંડિયાએ છીનવી લીધી, 1000 કરોડનો ખર્ચો પણ એળે ગયો

નવી દિલ્હી, 05 માર્ચ 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું છે. આ નોકઆઉટ મેચમાં ટીમ ઈંડિયાએ 4 વિકેટે દમદાર જીત મેળવી છે. તેની સાથે જ ભારતીય ટીમ ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે અને પાકિસ્તાનની છેલ્લી ખુશી પણ છીનવાઈ ગઈ. મેજબાન હોવા છતાં પાકિસ્તાન આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચનું આયોજન પોતાના દેશમાં કરાવી શકશે નહીં. 29 વર્ષ બાદ કોઈ આઈસીસી ઈવેન્ટની મેજબાની કરી રહેલા પાકિસ્તાનનું સપનું તૂટી ગયું.મેજબાની કરી રહ્યું હોવા છતાં તેઓ ફાઈનલનો આનંદ લાહોરમાં નહીં પણ દુબઈમાં મેચ રમાશે.
1000 કરોડનો ખર્ચ કર્યો પણ ફાયદો થયો નહીં
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરવા માટે રાત દિવસ એક કર્યા હતા. બોર્ડે ટૂર્નામેન્ટ માટે 3 સ્ટેડિયમ તૈયાર કરવા માટે લગભગ 1800 કરોડ પાકિસ્તાની રુપિયા ખર્ચ કર્યા હતા. આ કામને પુરુ કરવામાં લગભગ 117 દિવસ લાગ્યા હતા. તેમાં સૌથી વધારે પૈસા લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ પર ખર્ચ કર્યા હતા, કારણ કે આ ફાઈનલ મેચનું આયોજન અહીં થવાનું હતું. એટલા માટે બોર્ડે 1800 કરોડમાંથી લગભગ 1000 કરોડ રુપિયા ખાલી આ સ્ટેડિયમ પાછળ ખર્ચો કર્યો હતો, પણ હવે તેનો કોઈ ફાયદો થશે નહીં.
એટલી મહેનત અને ખર્ચો કર્યા બાદ પીસીબી ચેરમેન મોહસિન નકવી અને પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફે સપનું જોયું હતું કે તેમની ટીમ લાહોરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ રમશે. તેમણે પોતાના ખેલાડીઓને ફરી વાર ટ્રોફી ઉઠાવવાની વાત પણ કહી દીધી હતી. પણ ફાઈનલ તો છોડો પાકિસ્તાનની ટીમ એક મેચ પણ રમી શકી નહીં. ગ્રુપ સ્ટેજમાં તેની કોઈ મેચ લાહોરમાં શિડ્યૂલ નહોતું. તેમને લાગ્યું હતું કે, આસાનીથી સેમીફાઈનલમાં પહોંચીને તેઓ લાહોરમાં મેચ રમશે, પણ પહેલા રાઉન્ડમાં જ પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ. ત્યાર બાદ તેમની પાસે ફાઈનલનું આયોજન કરાવવાની છેલ્લી એક ખુશી હતી. તે પણ ભારતે છીનવી લીધી.
કેમ દુબઈમાં ફાઈનલ રમાશે?
ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થતાં પહેલા બીસીસીઆઈએ ટીમ ઈંડિયાના ખેલાડીઓને પાકિસ્તાન મોકલવાની ના પાડી હતી. બોર્ડે ભારત સરકાર પાસેથી પરમિશન નહીં મળવાનો હવાલો આપ્યો હતો. ભારે વિવાદ ભાર ટૂર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ પર કરાવવાનો નિર્ણય કર્યો. બાદમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમ ઈંડિયાની તમામ મેચ દુબઈમાં શિડ્યૂલ કરી. આ દરમ્યાન નક્કી થયું કે, જે પણ ટીમની મેચ ભારત વિરુદ્ધ થશે, તે તમામ મેચ દુબઈમાં રમાશે.
તેના કારણે ગ્રુપ એની ટીમો ઉપરાંત ગ્રુપ બીમાંથી સેમીફાઈનલ માટે ક્વાલિફાઈ કરનારી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાને એક સાથે દુબઈ જવું પડ્યું. બાદમાં પોઈન્ટ ટેબલના આધાર પર જ્યારે નક્કી થયું કે, ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ મેચ થશે. ત્યારે સાઉથ આફ્રિકાની ટીમને પાછા લાહોર જવું પડ્યું. હવે આજે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ લાહોરમાં સેમીફાઈનલની બીજી મેચ યોજાશે. આ મેચ જીતનારી ટીમ ફાઈનલ રમવા પાછી દુબઈ જશે. જ્યાં ભારત સામે ફાઈનલ રમાશે.
આ પણ વાંચો: રોહિત શર્મા પર વાંધાજનક ટિપ્પણી કરી, સેમીફાઈનલમાં ભારતની જીત પર શું બોલ્યા કોંગ્રેસના પ્રવક્તા?